ગાંધી-નહેરુ પરિવારના બહારના વ્યક્તિ માટે કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કરવું હશે મુશ્કેલ: અધીર રંજન ચૌધરી
કોલકત્તા : લોકસભામાં કોંગ્રેસ દળના નેતા અધીર રંજન ચૌધરીનું કહેવું છે કે ગાંધી નહેરુ પરિવારની બહારની કોઈ વ્યક્તિ માટ પાર્ટીનું નેતૃત્વ કરવું મુશ્કેલ હશે, કારણ કે તેમની (ગાંધી-નહેરુ પરિવારની) એક બ્રાંડ ઈક્વિટી છે. ચૌધરીએ કહ્યુ છે કે કોંગ્રેસ જેવી મજબૂત વિચારધારાવાળી પાર્ટી, જેવી રીતે દરેક સ્થાને પહોંચ હોય, તે જ ભાજપનો કોમવાદી રથ રોકી શકે છે. ચૌધરીએ કહ્યુ છે કે પ્રાદેશિક પક્ષ જેવા કામ કરી રહ્યા છે, તે આગામી દિવસોમાં પોતાનું મહત્વ ગુમાવી દેશે. તેમનું મહત્વ ગુમાવવાનો અર્થ છે કે દેશ દ્વિધ્રુવીય રાજનીતિ તરફ આગળ વધશે.
કોંગ્રેસના નેતાએ કહ્યુ છે કે દ્વિધ્રુવીય રાજનીતિની સ્થિતિ પેદા થવાથી અમે ફરીથી સત્તામાં આવી શકીએ છીએ. માટે કોંગ્રેસનું ભવિષ્ય ઉજ્જવળ છે. ચૌધરીએ કહ્યુ છે કે પ્રાદેશિક પક્ષોમાં વૈચારીક પ્રેરણાનો અભાવ છે અને કોંગ્રેસ જેવી રાષ્ટ્રીય પાર્ટીનું વ્યાપક સમર્થન છે. કોંગ્રેસના નેતાનું કહેવું છે કે સોનિયા ગાંધી પાર્ટીનું નેતૃત્વ હાથમાં લેવા ઈચ્છતા ન હતા. પરંતુ રાહુલ ગાંધી દ્વારા રાજીનામું આપ્યા બાદ સંગઠનને સંકટમાં જોઈ તેમણે કોંગ્રેસના વરિષ્ઠ પદાધિકારઓના અનુરોધનો સ્વીકાર કર્યો.
અધીર રંજન ચૌધરીનું કહેવુ છે કે સોનિયા ગાંધીએ સંકટના સમયમાં પાર્ટીની બાગડોર સંભાળી છે. તેમના નેતૃત્વમાં જ મુશ્કેલ સમયમાં 2004 અને 2009માં બે વખત કોંગ્રેસે સરકાર બનાવી હતી. તેમણે કહ્યુ છેકે ગાંધી પરિવારની બહારની કોઈ વ્યક્તિનું પાર્ટીનું નેતૃત્વ કરવું વાસ્તવમાં મુશ્કેલ હશે. રાજનીતિમાં પણ બ્રાન્ડ ઈક્વિટી હોય છે. જો તમે હાલ ભાજપને જોશો, તો શું મોદી અને અમિત શાહ વગર તે સુચારુપણે ચાલી શકે છે? જવાબ છે ના?
ચૌધરીએ કહ્યુ કે અમારી કોંગ્રેસ પાર્ટીમાં પણ ગાંધી પરિવાર અમારી બ્રાન્ડ ઈક્વિટી છે. તેમા કોઈ નુકસાન નથી. અમારી પાર્ટીમાં છે, તેવી વાત અન્ય કોઈ પાર્ટીમાં નથી. આ એક કઠોર વાસ્તવિકતા છે. રાહુલ ગાંધી રાજીનામું પાછું નહીં લેવાના પોતાના વલણ પર કાયમ રહ્યા બાદ કોંગ્રેસ કાર્ય સમતિએ તાજેતરમાં મોટું પગલું ઉઠાવ્યું, પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને વચગાળાના અધ્યક્ષ નિયુક્ત કર્યા.
2019ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીની હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું હતું. ચૌધરીએ રાહુલ ગાંધીના પગલાની પ્રશંસા કરી હતી. આને તેમણે એક ઉદાર પગલું ગણાવતા કહ્યુ કે અન્ય નેતાઓએ પણ આમાથી શીખવું જોઈએ.