રામનું જન્મસ્થાન ક્યાં? બાબરી મસ્જિદના ગુંબજ નીચે : સુપ્રીમ કોર્ટમાં બોલ્યા રામલલાના વકીલ
લાંબા સમયથી ચાલી રહેલા અયોધ્યા વિવાદ પર મંગળવારે પણ સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે રામલલાના વકીલને સવાલ કર્યો કે રામનું જન્મસ્થાન ક્યાં છે? તો વકીલ એસ. સ. વૈદ્યનાથને આનો જવાબ આપતા કહ્યુ છે કે રામનું જન્મસ્થાન બાબરી મસ્જિદના ગુંબજ નીચે છે. તેની સાથે જ વૈદ્યનાથને ક્હ્યુ છે કે મુસ્લિમ પક્ષકાર તરફથી વિવાદીત સ્થાન પર પોતાનો માલિકી હક સાબિત કરવામાં આવ્યો નથી અને જ્યારે પણ હિંદુ ત્યાં પૂજા કરવાની ખુલી છૂટ માંગે છે, તો વિવાદ થવાનો શરૂ થઈ જાય છે.
આ મામલામાં ચીફ જસ્ટિસ રંજન ગોગાઈની આગેવાનીમાં પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ દરરોજ સુનાવણી કરી રહી છે. જેમાં સપ્તાહમાં પાંચ દિવસ આ મામલો સાંભળવામાં આવી રહ્યું છે.
સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ વૈદ્યનાથને એક મુસ્લિમ સાક્ષીને ટાંકીને કહ્યુ છે કે 72 વર્ષના મોહમ્મદ હાશિમે સાક્ષીમાં કહ્યુ હતુ કે હિંદુઓ માટે અયોધ્યા એટલું જ મહત્વ રાખે છે, જેટલું મુસ્લિમો માટે મક્કા.
વકીલ વૈદ્યનાથને કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટે જ પોતાન પોતાના એક ચુકાદામાં કહ્યુ હતુ કે રામમંદિર માટે મૂર્તિ હોવી જરૂરી નથી. હવે રામજન્મભૂમિને લઈને જે આસ્થા છે. તે તમામ શરતો પુરી કરે છે. તેમણે મુસ્લિમ પક્ષની દલીલને વાંચી અને કહ્યુ કે તેમના (મુસ્લિમ પક્ષ) પાસે કોઈ પુરાવા નથી કે તેમની પાસે કબજો છે અથવા કબજો ચાલતો આવી રહ્યો છે. તેમણે એ પણ કહ્યુ કે જો કોઈ સ્થાન દેવતા છે, તો પછી તેના માટે આસ્થા માન્ય હોવી જોઈએ. આના સંદર્ભે જસ્ટિસ અશોક ભૂષણે ચિત્રકૂટમાં કામદગિરી પરિક્રમાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ છે કે લોકોની આસ્થા અને વિશ્વાસ છે કે વનવાસ જતી વખતે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા રોકાયા હતા.
મહત્વપૂર્ણ મધ્યસ્થતા પ્રયાસ નિષ્ફળ થઈ ગયા બાદ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ સદસ્યોની ખંડપીઠ આ મામલામાં સુનાવણી કરી રહી છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની આગેવાનીમાં જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ ડી. વાઈ. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. એ. નઝીરની ટીમ સપ્તાહમાં પાંચ દિવસની સુનાવણી કરાઈ રહી છે. સુન્ની વક્ફ બોર્ડની તરફથી પાંચ દિવસ સુનાવણીનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે આ વિરોધને સ્વીકાર કર્યો નથી.