કલમ 370 : ટ્વિટર પર પ્રોપેગેંડા ચલાવી રહ્યું છે પાકિસ્તાન, પ્રધાન ફવાદ ચૌધરી દ્વારા નકલી વીડિયો કરાયો ટ્વિટ
જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 હટાવાયા બાદ પાકિસ્તાન પહેલા યુદ્ધની ધમકીઓ આપી રહ્યું હતું,પછી કંઈ સુઝયું નહીં તો તેણે યુએનમાં મામલો લઈ જવાનીવાત કરી. પણ દાળ ગળતી દેખાઈ નહીં, તો હવે પ્રોપેગેંડાનો સહારો લઈ રહ્યું છે.
પાકિસ્તાનના પ્રધાને પણ કાશ્મીરને લઈને ખોટું ટ્વિટ કરીને દુનયામાં ભારતીય સુરક્ષાદળોની છબી ખરાબ કરવાની કોશિશો કરી છે. જો કે દરેક વખતે પાકિસ્તાનીઓની આવી હરકત ઉઘાડી કરીને વિશ્વમાં તેમને વધુ નગ્ન કરી રહી છે.
પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના પ્રધાન ચૌધરી ફવાદ હુસૈને પંજાબી કાર્ડ ખેલતા ટ્વિટ કર્યું છે કે ભારતીય સેનામાં પંજાબી સૈનિકોએ કાશ્મીરમાં જુલ્મ અને અન્યાયનો હિસ્સો બનવાનો ઈન્કાર કરી દેવો જોઈએ.
એક તરફ ફવાદ હુસૈન પંજાબી પ્રોપેગેંડા ચલાવી રહ્યા હતા. તો પાકિસ્તાનના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન રહમાન મલિકે કાશ્મીરીઓ પર અત્યાચારનો ખોટો દાવો કર્યો હતો. આના પર જમ્મુ-કાશ્મીર પોલીસે પાકિસ્તાનના નેતાને તાત્કાલિક ટ્વિટર પર જ જવાબ આપ્યો. પોલીસે તેમને ટેગ કરતા લખ્યું છે કે આ સંપૂર્ણપણે ખોટું છે. તેના સિવાય જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વિટર સપોર્ટને ટેગ કરીને પાકિસ્તાની નેતાની વિરુદ્ધ એક્શન લેવાની પણ ભલામણ કરી છે.
પાકિસ્તાન તરફથી કાશ્મીર પર નકલી ખબરો બેફામપણે ફેલાવાની કોશિશ થઈ રહી છે. જો કે હવે ભારતીય સુરક્ષાદળો અને એજન્સીઓના કડક થયા બાદ ટ્વિટરે આવા એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરવાનું શરૂ કર્યું છે, કે જેના દ્વારા ફેક ન્યૂઝ ફેલાવય રહ્યા છે.
પાકિસ્તાનના નેતા રહમાન મલિકે નકલી દાવો કરીને ટ્વિટર પર લખ્યું હતું કે ભારતીય સેના જમ્મુ-કાશ્મીરમાં હેલિકોપ્ટરોથી હુમલા કરી રહી છે. કાશ્મીરમાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ છે. રહમાને પોતાના ટ્વિટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુએનને પણ ટેગ કર્યા હતા.
રસપ્રદ એ છે કે એક દિવસ પહેલા જ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ સ્વીકાર કર્યો હતો કે સંયુક્ત રાષ્ટ્રમાં કોઈપણ પાકિસ્તાન માટે હાર લઈને ઉભું નથી. તેમમે કાશ્મીર પર પાકિસ્તાનના ટેકામાં દુનિયાનો કોઈપણ દેશ સાથે ઉભો નહીં હોવાની વાત માની હતી. તેમણે કહ્યુ હતુ કે દુનિયાભરના દેશોના ભારત સાથે હિતો જોડાયેલા છે. માટે કોઈપણ દેશ ખુલીને પાકિસ્તાનના સમર્થનમાં આવશે નહીં.
મહત્વપૂર્ણ છે કે આર્ટિકલ – 370ને લઈને દુનિયાભરમાં પ્રોપેગેંડા ફેલાવીને મદદ માંગવાની પાકિસ્તાનની કોશિશોને આકરો આંચકો લાગ્યો છે. અમેરિકા, યુએન, રશિયા અને ચીન સહીત તમામ દેશો કાશ્મીરનો મામલો દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા ઉકેલવાની સલાહ આપી છે. રશિયાએ કલમ-370ને હટાવવાનું સંપૂર્ણપણે ભારતનો આંતરીક મામલો ગણાવ્યો છે. ભારત સરકારે સોમવારે પણ 8 ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરાવ્યા હતા, જે જમ્મુ-કાશ્મીરમાં અફવા ફેલાવી રહ્યા હતા.