સતત વરસી રહેલા વરસાદે લોકોનું જનજીવન અસ્ત-વ્યસ્ત કર્યું છે, ત્યારે ગુજરાત પણ હવે વરસાદના તાંડવમાંથી બાકાત નથી રહ્યું ,ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદ વરસતા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે વરસાદના કારણે દરિયો પણ ગાંડોતૂર બનતો રહેતો હોય છે,દરિયામાં પણ મોજાનું પ્રમાણ વધે છે ત્યારે આવા સમયે જો માછીમારો દરિયો ખેડતા હોય તો જીવનું જોખમ બને છે.
ત્યારે પોરબંદરના ગોસાબારા પાસે માછીમારી કરવા ગયેલી ત્રણ નાની હોડીઓ દરિયાના પાણી માં ડૂબી ગઈ હતી. દરિયામાં ડૂબી જતા ત્રણ માછીમારોના મોત નિપજ્યા છે. તો વળી 6 માછીમારોનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં 10થી પણ વધુ માછીમારો હજી સુધી લાપતા છે. પોરબંદર જિલ્લામાં હાલ પવન અને વાજગીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. માછીમારી કરવા માટે 18 જેટલી નાની હોડીઓ દરિયામાં માછીમારી કરવા ગયા હતા. જેમાંથી ત્રણ નાની હોડીઓ ડૂબી હતી. ઘાયલ માછીમારોને સારવાર અર્થે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા ત્યારે હવે તંત્ર સજાગ બનતા માછીમારોને દરિયો ન ખેડવાની સિચના આપી છે.