દીલ્હીમાં ત્રણ તલાકની ઘટના સામે આવી છે,આઝાદ માર્કેટથી પોલીસે એક વ્યક્તિની ત્રણ તલાક આપવાની ઘટનામાં ધરપકડ કરી છે,આરોપીના વિરુધ મુસ્લિમ મહિલા એક્ટ 2019 હેઠળ ફરિયાદ નોંધી છે
દિલ્હીમાં 29 વર્ષિય રાયમા યાહિયાએ બાડા હિન્દું રાવમાં ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદમાં રાયમાંએ આરોપ લગાવ્યો હતો કે તેના લગ્ન અતિર સમીમ સાથે 24 નવેમ્બર 2011ના રોજ કરવામાં આવ્યા હતા.ત્યારે 23 જુનના રોજ અતિર સમીમે પોતાની પત્નિ રાયમાંને ત્રણ તલાક આપી હતી અને તેનો ફતવાહ પણ વ્હોટ્સઅપ પર આપ્યો હતો.
ઉત્તર પ્રદેશના બરેલી જીલ્લામાંથી છેલ્લા 24 કલાકની અંદર તલાકના ત્રણ કેસ સામે આવ્યા હતા, પ્રથમ કેસમાં એક 26 વર્ષિય દિવ્યાંગ વ્યક્તિ મોહમ્મદ રાશિદે તેની 17 વર્ષિય પત્ની ચાંદ બીબીને ટ્રીપલ તલાક આપી હતી,જેનું કારણ માત્ર એટલું જ હતુ કે ચાંદબીબી અનપઢ હતી અને તેને રસોઈ કરતા નહોતું આવડતું. ગુરુવારે ચાંદબીબીએ પતિ રાશીદને નાસ્તો ન આપી શકી હતી જેને લઈને રાશીદ નારાઝ થઈ ગયો હતો અને પત્ની સાથે મારપીટ કરીને તેને ટ્રીપલ તલાક આપી હતી.અને પિડીતા દ્રારા આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી
ત્યારે ટ્રીપલ તલાકની બીજી ઘટના શેખૂપુરા વિસ્તારથી 26 વર્ષિય અક્સીર બાનું અને તેના પતિ મુશ્તઝાબ ખાન વચ્ચે બની હતી.આ બન્નેના 5 વર્ષ પહેલા નિકાહ કરાવવામાં આવ્યા હતા તેમને બે વર્ષનો દિકરો છે, જેમાં અક્સીર દ્રારા દહેજની માંગણીનો અસ્વીકાર કરવામાં આવતા તેના પતિ મુશ્તઝાબ ખાને તેને ઘરમાંથી કાઢી મુકી હતી અને આ વિષે તેની પત્નીએ પોલીસ ફરિયાદ પણ કરી હતી.
જ્યારે ટ્રીપલ તલાકની ત્રીજી ઘટના સિરોલીથી સામે આવી હતી જેમાં 11 વર્ષ પહેલા 35 વર્ષિય ગુલિસ્તાના નિકાહ મોહમ્મદ લાયક સાથે થયા હતા જેંમના 3 બાળકો પણ છે,ત્યારે જુલાઈમાં ગુલિસ્તાને ઘર છોડવાપર મજબુર કરવામાં આવી હતી ત્યાર બાદ તેએ પોલીસમાં સંપર્ક કર્યો અને 7 ઓગસ્ટના રોજ કાઉંસિંલિંગ માટે હાજર રહેવા જણાવ્યું હતુ ત્યારે તેના પતિએ જણાવ્યું કે મે ત્યારે તેને તલાક આપી હતી જ્યારે આ કાનુન નહોતો બન્યો.