શ્રીનગર: રાષ્ટ્રપતિએ નોટિફિકેશન જાહેર કરીને જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા અનુચ્છેદ-370ને સમાપ્ત કરી દીધી છે. એટલે કે અનુચ્છેદ-370 ખંડ-1 સિવાયની તમામ જોગવાઈઓને સમાપ્ત કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યસભામાં સંકલ્પ રજૂ કર્યો હતો. નવા સરકારી આદેશ પ્રમાણે, હવે જમ્મુ-કાશ્મીરમાં 370ના તમામ ખંડ લાગુ નહીં થાય. માત્ર એક ખંડ પ્રભાવી રહેશે. બીજો મહત્વનો નિરઅણય એ છે કે જમ્મુ-કાશ્મીર હવે રાજ્ય નહીં હોય. તેને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લેહ-લડાખમાં વહેંચવામાં આવ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 22 જિલ્લા હતા. બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ હવે જમ્મુ-કાશ્મીરમાં 20 અને લડાખમાં બે જિલ્લા હશે. ક્ષેત્રફળના હિસાબથી લેહ ભારતનો સૌથી મોટો જિલ્લો છે. તેનું ક્ષેત્રફળ 45110 વર્ગ કિલોમીટર છે.
કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ
જમ્મુ-કાશ્મીરના 20 જિલ્લાઓ-
અનંતનાગ, બાંદીપોરા, બારામૂલા, બડગામ, ડોડા, ગાંદરબલ, જમ્મુ, કઠુઆ, કિશ્તવાડ, કુલગામ, પુંછ, કુપવાડા, પુલવામા, રામબન, રસાઈ, રાજૌરી, સાંબા, શોપિયાં, શ્રીનગર, ઉધમપુર
લડાખમાં બે જિલ્લા –
લેહ અને કારગીલ