આણંદઃ- દેશભરમાં વરસાદે જોર પકડ્યું છે ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી ,હાલ વદોડરાની સ્થિતી પાણી પાણી બની છે તો બીજી બાજું આણંદ જીલ્લાનું ખંભાત પણ હવે વરસાદની ઝપેટમાં આવ્યું છે. જ્યા સતત વરસાદના કારણે બયનો માહોલ સર્જાયો છે.
ખંભાત શહેરમાં આજે વહેલી સવારથી મેધરાજાએ ધોધમાર વરસવાનું ચાલુ કર્યું છે સતત વરસી રહેલા પહેલા વરસાદના કારણે શહેર બૅટમાં ફેરવાયું છે , આજે બપોરના 12 વાગ્યા થી લઈને 3 વાગ્યા સુધીમાં સવાનવ ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે પુરા દિવસ દરમિયાન સાડાતેર ઇંચ વરસાદ વરસી ચુક્યો છે.આ સતત વરસી રહેલા વરસાદના પગલે બાવા બાજીસા, સાલવા, જહાંગીરપુર, સાગર સોસાયટી ,રબાડીવાડ, , મોચીવાડ, સહિતના વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયા હતા.ભારે વરસાદના પગલે શહેરના લોકોને ઘરમાં પુરાઇ રહેવાનો વારો આવ્યો હતો. દોઢ માસમાં માત્ર 8 ઇંચ વરસાદ વરસ્યો હતો.ત્યારે તેની સામે 9 કલાકમાં સાડાતેર ઇંચ વરસાદ અનરાધાર વરસી જતા આખા ચોમાસાની ખોટ વસુલ કરી છે.
ગુગરાત ભરમાં વરસાદી માહોલ છે ત્યારે ખંભાત શહેરમાં છેલ્લા દોઢ માસ સુધી માત્ર છુટાછવાયા વરસાદી ઝાપટા પડતા હતા.ખેતી લાયક વરસાદ થતો ન હતો જેથી ખેડૂતો સહિત સૌ કોઇ ચિંતીત હતા. પરંતુ વરસાદે પોતાની મહેર વરસાવી હતી ,જેના પગલે સાંજના ચાર વાગ્યા સુધી વરસાદ 14 ઇંચ નોંધાયો છે ત્યારે હજુવધુ વરસાદ થવાની શક્યતાઓ છે. ત્યારે દરિયા કિનારેના ઘરોમાં પાણી ઘુસ્યા હતા અને દરિયાનું પાણી ચારેબાજુ ફેલાયું હતું.