આઝમખાને અમર્યાદિત ટીપ્પણી મામલે માફી માંગી લીધી છે. સ્પીકરના કહેવા પર આઝમખાને એક નહીં બે વખત માફી માંગી છે. જો કે ગૃહમાં ભાજપના સાંસદ રમા દેવી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ વચ્ચે તીખી નોકજોક થઈ હતી.
રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને ભાજપના સાંસદ રમા દેવીને લઈને ટીપ્પણી કરી હતી. આ અશોભનીય ટીપ્પણી મામલે આઝમખાને લોકસભામાં માફી માગી લીધી છે. સોમવારે સવારે જેવી લોકસભાની કાર્યવાહી શરૂ થઈ તેના પહેલા આઝમખાને ગૃહની માફી માંગી હતી. તે વખતે ગૃહમાં નોકજોકની સ્થિતિ પણ બનેલી હતી, કારણ કે આઝમખાનના માફી માગ્યા બાદ પણ રમા દેવીનો ગુસ્સો શાંત થયો ન હતો.
ભાજપના સાંસદ રમા દેવીએ કહ્યું છે કે ગૃહમાં આઝમખાને જે વાત કહી, તે સમયે હું ચેયર પર હાજર હતી અને આખું હિંદુસ્તાન આપણને જોઈ રહ્યું હતું. પરંતુ આઝમખાને જે મારા માટે શબ્દો કહ્યા, તેનાથી દરેકને તકલીફ પહોંચી છે.
રમા દેવીએ કહ્યું છે કે આઝમ ખાન ગૃહની બહાર પણ આવું જ બોલે છે અને તેમની આદત જરૂરતથી વધારે બગડેલી છે. જે સમયે રમા દેવી બોલી રહ્યા હતા, ત્યારે આઝમખાનની બાજૂમાં બેઠેલા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે રમા દેવીનો વિરોધ કર્યો હતો. તેમના પર પણ રમા દેવી નારાજ થયા હતા. તેમણે કહ્યું હતું કે તમે વચ્ચે બોલશો નહીં, તેમની પણ જીભ છે.
રમા દેવીએ કહ્યું હતું કે આઝમ ખાનની જે આદત છે, તે સુધરવી જોઈએ. હું એક વરિષ્ઠ સાંસદ છું, સંઘર્ષ કરીને અહીં સુધી પહોંચી છું અને લોકોનો અવાજ બની છું. તેની સાથે જ રમા દેવીએ પોતાની વાત સમાપ્ત કરી હતી.
મહત્વપૂર્ણ છે કે ગુરુવારે લોકસભામાં આઝમખાને ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન સભાપતિની ચેયર પર બેઠેલા ભાજપના સાંસદ રમા દેવી માટે અશોભનીય ટીપ્પણી કરી હતી. તેને ગૃહની કાર્યવાહીમાંથી હટાવવામાં આવી હતી. તેના પચી સંસદમાં ઘણી મહિલા સાંસદોએ આઝમ ખાન વિરુદ્ધ હલ્લાબોલ કર્યો હતો અને સ્પીકરને આકરી કાર્યવાહી કરવા માટે ગુહાર લગાવી હતી.
હવે લાંબા વિવાદ બાદ સોમવારે સવારે પહેલા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, આઝમ ખાન અને રમા દેવીની સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પોતાની ચેમ્બરમાં મુલાકાત કરી હતી. બાદમાં આઝમખાને ગૃહમાં માફી માંગી લીધી હતી.