દિલ્હીમાં તમામ પૂર્વ પીએમનું રાજકીય અસ્પૃશ્યતાથી પર મ્યુઝિયમ બનશે : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર લખેલા પુસ્તક, ચંદ્રશેખર-ધ બેસ્ટ આઈકન ઓફ આઈડિયોલોજિકલ પોલિટિક્સનું વિમોચન કર્યું છે. આ પુસ્તક હરિવંશ અને રવિદત્ત વાજપેયીએ સાથે મળીને લખ્યું છે.
પીએમ મોદી નવી દિલ્હીના બાલયોગી ઓડિટોરિયમમાં આ પુસ્તકનું વિમોચન કરવા માટે પહોંચ્યા હતા. તે વખતે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ હાજર હતા. આ સિવાય લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભામા વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ પણ પુસ્તકના વિમોચનના કાર્યક્રમમાં હાજર હતા.
આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યુ છે કે ચંદ્રશેખરજીનું જીવન યુવાનો માટે પ્રેરણા છે. ચંદ્રશેખર હોત, તો તેમની પણ ખોટી છબી બનાવવાની કોશિશ થઈ હોત. ચંદ્રશેખરને જે ગૌરવ મળવું જોઈતું હતું, તે મળ્યું નથી.
વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનોનું મ્યુઝિયમ બનશે. રાજકીય અસ્પૃશ્યતાથી પર મ્યુઝિયમ બનવવામાં આવશે. તેમણે કહ્યુ હતુ કે ભૂતપૂર્વ પીએમ ચંદ્રશેખર અટલ બિહારી વાજપેયીજીને ગુરુજી કહીને બોલાવતા હતા. જ્યારે હું ગુજરાતનો સીએમ હતો, ત્યારે એક વખત ચંદ્રશેખરજીએ મને મળવા માટે બોલાવ્યો હતો અને તેના પછી ગુજરાતનો હાલચાલ જાણ્યો હતો.
તેમણે કહ્યુ હતુ કે ચંદ્રશેખર જીવિત હોત તો તેમની પણ ખોટી છબી બનાવવામાં આવત. ચંદ્રશેખરજી નવી પેઢી માટે પ્રેરણા છે. તેમના વિચારો આજે પણ આપણું માર્ગદર્શન કરે છે. એક જમાતે આંબેડકર, પટેલજીની ખોટી છબી બનાવી.