જાણો ક્યાં રાજ્યના સીએમએ BHEL માટે અનામત 400 એકર જમીન બાબા રામદેવની પતંજલિને કરી અડધી કિંમતે ઓફર?
લગભગ ત્રણ વર્ષ પહેલા ભાજપના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારે યોગગુરુ બાબા રામદેવની પતંજલિ ફૂડ અને હર્બલ પાર્ક માટે નાગપુરમાં ઘણી ઓછી કિંમતે 230 એકર જમીન ઉપલબ્ધ કરાવી હતી. દેવેન્દ્ર ફડણવિસના નેતૃત્વવાળી રાજ્ય સરકાર ફરી એકવાર બાબા રામદેવ પર મહેરબાન છે.
બેંગલુરુ મિરરમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, રાજ્ય સરકારે પતંજલિને હવે લાતૂરમાં સોયાબીન પ્રોસેસિંગ યૂનિટ સ્થાપિત કરવા મટે હાલની બજાર કિંમતથી અડધા ભાવે 400 એકર જમીન ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. તેમા ઘણી અન્ય છૂટ પણ સામેલ છે. આ જમીન મૂળભૂત સ્વરૂપે બીએચઈએલના પ્લાન્ટ માટે અનામત હતી.
નવા પ્રસ્તાવની પેશકશ ખુદ મુખ્યપ્રધાન ફડવણવીસે યોગગુરુ બાબા રામદેવને એક પત્ર લખીને કરી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, 26 જૂને લખવામાં આવેલા પત્રમાં સીએમએ યોગગુરુ બાબા રામદેવને મરાઠવાડા ક્ષેત્રના એક જિલ્લાના ઔસા ગામમાં એમએસએમઈ એકમ સ્થાપિત કરવા માટે આમંત્રિત કર્યા છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે એમએસએમઈ યોજના માટે તમે સ્ટેમ્પ શુલ્કમાં 100 ટકાની છૂટ લઈ શકો છો. તેની સાથે જ એક નિર્ધારીત સમય સુધી વીજળીના શુલ્કમાં પણ રાહત આપવામાં આવશે. જો કે નાગપુરમાં પતંજલિને જમીન આપવામાં આવ્યા બાદ પણ હજી સુધી ફૂડ પાર્ક મેન્યુફેક્ચરિંગ યૂનિટ શરૂ થવાના કોઈ સંકેત મળી રહ્યા નથી.
આ ઘટનાક્રમની જાણકારી ધરાવતા સૂત્રોએ પુષ્ટિ કરી છે કે લગભગ 400 એકર જમીન જે પહેલા જિલ્લામાં ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ – (બીએચઈએલ)ના પ્લાન્ટ માટે અનામત રાખવામાં આવી હતી, તે પતંજલિ પ્રોડક્ટ્સને સોંપવાની છે. જમીન સંપાદનના સમયે સરકારે ફેક્ટરી શરૂ થયા બાદ ખેડૂતોને નોકરીનો વાયદો કર્યો હતો.
જો કે બાબા રામદેવની કંપનીને જમીન આપવાની સ્થિતિમાં ખેડૂતો આ વાયદાને લઈને આશ્વસ્ત નથી અને ખુદને ઠગાલેયા મહેસૂસ કરી રહ્યા છે. બીએચઈએલના નામ પર જમીન આપનારા ખેડૂતોનું કહેવું છે કે તેમણે વર્ષ 2013માં માત્ર 3.5 લાખ રૂપિયા એકરના હિસાબતી જમીન સરકારને આપી હતી. પરંતુ જમીનની હાલની કિંમત 45 લાખ પ્રતિ એકરની આસપાસ છે.