નીરજ શેખરે આપ્યું રાજીનામું
વધુ એક સમાજવાદી પાર્ટીના સાંસદનું રાજીનામું
બેજેપીમાં જોડાય તેવી શક્યતાઓ
રાજીનામાનો સીલસીલો યથાવત
કોંગ્રેસ બાદ એસપી સાસંદે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
હાલ જ્યારે કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસના બળવાખોર સાંસદોની રાજીનામાંની ઘટનાનો હજુ કોઈ અંત આવ્યો નથી ત્યા તો ફરી વધુ એક રાજીનામું સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ પ્રધાન મંત્રી રહી ચુકેલા એવા ચંદ્રશેખરના પુત્ર નિરજ શેખરે પોતાની પાર્ટી માંથી રાજીનામું આપ્યુ છે અને શક્યતા સેવાઈ રહી છે કે તે ભાજપની પાર્ટીમાં જોડાઈ શકે તેમ છે.
રાજ્યસભાના પદ પરથી રાજીનામું આપવાનું કારણ એમ જાણવા મળી રહ્યું છે કે, તેઓ લોકસભાની ચૂંટણીમાં પોતાના પરિવારની પરંપરાગત સીટ બલિયા પરથી ટિકિટ માંગી રહ્યા હતા જે માંગણી સમાજવાદી પાર્ટીએ સ્વીકારી નહી જેને લઈને નિરજ શેખરે રાજીનામું આપ્યું છે.
નિરજ શેખર પાર્ટીના નેતૃત્વથી નારાજ છે, ત્યારે મળતી માહિતી મુજબ થોડાજ સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે તેવી વાતોએ પણ જોર પક્યું છે ,વધુમાં એવું પમ કહેવામાં આવી રહ્યું છે કે 2020માં બીજેપી તેમને ઉત્તર પ્રદેશથી રાજ્યસામાં મોકલી શકે છે ,પણ હવે આ વાતનો ખુલાસોતો આવનારા સમયમાં જ થશે.ત્યારે રાજ્યસભા અધયક્ષે નિરજ શેખરના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.