નવી દિલ્હી : હાઈકોર્ટમાં જજોની નિયુક્તિ માટે કોલેજિયમની ભલામણો પર સરકારની ઉદાસિનતાને લઈને ગુજરત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે અરજીનો સ્વીકાર કરતા 22 જુલાઈએ સુનાવણી મુકર્રર કરી છે.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સોલિસિટર જનરલને 22 જુલાઈએ પોતાનો પક્ષ રજૂ કરવા માટે જણાવ્યું છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટ સરકારને નિર્દેશ આપે કે કોલેજિયમની ભલામણો પ્રમાણે ન્યાયાધીશોની નિયુક્તિ કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશને એટલા માટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવ્યા નથી, કારણ કે તેમના બે નિર્ણયો હાલની કેન્દ્ર સરકારને પસંદ ન હતા. સરકારે જસ્ટિસ કુરેશીને મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરનારી ફાઈલ પર અમલ કર્યો નથી અને ફાઈલને સમયસર પાછી કોલેજિયમને પણ મોકલી નથી.