સેહવાગની પત્ની અને રોહીત ક્કકડ એક બિલ્ડર કંપનીના પાર્ટનર
વીરેન્દ્ર સેહવાગની પત્નીએ બિઝનેસ પાર્ટનર પર કર્યો કેસ
4.5 કરોડની લોનની રકમ નકલી સહી કરી ઉપાડી
આરતી અને વીરેન્દ્રની નકલી સહી રોહીત ક્કકડે કરી
ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગની પત્ની આરતીએ રોહીત ક્કકડ નામના વ્યક્તિ સાથે બિલ્ડર કંપની બિઝનેસમાં પાર્ટનરશીપ કરી હતી આ કંપની દિલ્હીના અશોક વિહાર પાસે આવેલી છે, ત્યારે આરતીએ રોહીત સહિત બીજા 6 લોકો પર કેસ કર્યો છે ,આરતીના જણાવ્યા મુબજ તે લોકોએ આરતી સાથે છેતરપિંડી કરી છે જેમાં આરતીને જણાવ્યા વગર જ આરતી અને વીરેન્દ્ર સેહવાગની નકલી સહી કરીને 4.5 કરોડની લોન લીધી હતી.
ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગની પત્ની આરતી સહવાગે રોતાનાજ બિઝનેસ પાર્ટનરના સામે ફરિયાદ દાખલ કરી છે,આરતીએ પોતાના બિઝનેસ પાર્ટનરે નકલી સહી કરી હોવાનો આરાપ લગાવ્યો છે પરંતુ એટલું જ નહી નકલી સહી કરીને તેમણે એક લોન પણ લીધી છે, જે વાતની જાણ આરતીને થતા તરત જ આરતીએ તેઓ સામે પોલીસ ફરિયાદ કરી હતી.નકલી સહી કરીને તેના બિઝનેસ પાર્ટનરે 4.5 કરોડ રુપિયા લીધા હતા.
જ્યારે આ બન્ને પાર્ટનર વચ્ચે પહેલા વોત થઈ હતી કે શર્ત મુજબ એકબીજાને જાણ કર્યા વગર કોઈ પણ પ્રકારનું કંપનીને લગતું કામ ન થવું જોઈએ ત્યારે આરતીના પાર્ટનરે જે નકલી સહી કરી લોન ઉપાડી છે જોને લઈને આરતીએ તેઓ સામે પોલીસ ફરીયાદ કરી છે અને પોલીસે આરોપી વીરુધ 420 કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.