પાંચ વર્ષમા મોદી સરકારે 312 ભ્રષ્ટાચારી કર્મીઓને નોકરીમાંથી હાંક્યાઃ આગળ પણ સીલસીલો યથાવત
છેલ્લા 5 વર્ષમાં 312 ભ્રષ્ટ અધિકારીઓને નોકરીમાંથી કાઢવામામ આવ્યા
મોદી કરકારનો સીલસીલો યથાવત રહેશે
ભ્રષ્ટ અધિકારીઓ સામે મોદી સરકારની કાર્યવાહી
કેન્દ્ર સરકારે સરકારી નોકરીઓને ચાર ગ્રૃપમાં એ, બી, સી, ને ડીમાં વર્ગીકરણ કર્યું છે જેમાં ગૃપ એ માં મંત્રાલય અને અલગ અલગ વિભાગના ઉચ્ચ પ્રશાસન પદોનો સમાવેશ થાય છે ત્યારે મોદી સરકારે પાછલા 5 વર્ષમાં 312 ભ્રષ્ટ અને કામચોર અધિકારીઓને પોતાની નોકરીમાંથી કાઢી મુક્યા છે અને આગળ પણ જો કોઈ અધિકારી આવા કામો કરશે તો આ સીલસીલો મોદી સરકાર યથાવત રાખશે જ એમાં કોઈ જ શંકા નથી.
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિહ એ બુધવારે એક સવાલ પર લોકસભામાં લેખિત જવાબમાં આ વાત નો ઉલ્લેખ કર્યો હતો , મંત્રીએ જણાવ્યું હતુ કે જનતાના હિતને લઈને આ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે, કેન્દ્રીય મંત્રીના મુજબ જુલાઈ 2014 થી મે 2019 સુધી 36,756 ગૃપ-એ અને 82,654 ગૃપ-બી ના અધિકારીઓના કાર્યનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું,આ નિરિક્ષણમાં કુલ 312 એવા કર્મચારી હતા જે ભ્રષ્ટાચારી અને કામચોરી કરતા હતા.
મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે કાનૂનના નિયમ મુજબ સરકારના પાસે હાજર સબુતો પર ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો અધિકાર હોય છે જે કોઈ પણ ઉચ્ચ અધિકારીને પણ આમ કરવા પર નોકરીમાંથી રિટાયર્ડ કરી શકે છે. સરકારને તમામ અધિકારો સેંટ્રલ સિવિલ સર્વિસ પેંશન રુલ્સ, 1972 અને એફઆર અને ઓલ ઈન્ડિયા સર્વિસ 158ના નિયમ 16 [3] માં પ્રાપ્ત થયા છે.
જ્યારે વર્તમાન સમયમાં જ પ્રશિક્ષણ અને કાર્મિક વિભાગ ને સરકારના દરેક વિભાગમાં આદેશ આપ્યો હતો કે અધિકારીઓની માસિક રિપોર્ટ જમા કરાવવા કહ્યું હતું. 1લી જુલાઈથી આ આદેશને લાગુ કરીને 15 તારીખ સુધી રિપોર્ટ જમા કરાવવા ચુચના આપી હતી , જેમાં મોદી સરકારે સાફ કહ્યું હતુ કે, આ રિપોર્ટ મુજબ એવા અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુકાશે જે પોતાની જવાબદારીમાં ખરા ઉતરતા નથી ઉપરાંત ભ્રષ્ટાચારને અનુસરે છે અને જનતાના હીતમાં કામ નથી કરતા.