ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મુસ્લીમ મહિલાએ પોતાના મકાન માલિક પર એક ચોંકાવનારો આરોપ લગાવ્યો છે, મહિલાએ દાવો કર્યો છે કે પોતે એક દિવસ પહેલા બીજેપી સાથે જોડાઈ હતી જેના પછી તરત જ બીજે દિવસે મકાન માલિક તેની પાસે આવી અપશબ્દો બોલીને ખરાબ વ્યવહાર કરવા લાગ્યો હતો ઉપરાંત તેણે પોતાનું મકાન તાત્કાલિક ખાલી કરવા પણ કહ્યું, જ્યારે મહિલાએ મકાન માલિકના વર્તનથી ત્રાસીને મકાન માલિક વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરી છે.
અલીગઢની રહેવાસી ગુલીસ્તાનાનું કહેવું છે કે પોતોના મકાન માલિકે તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો છે સાથે સાથે મને તરત ધર છોડી દેવાનું કહેવામાં આવ્યું છે તેનું કારણ માત્ર એટલું છે કે “હું પોતે મુસ્લીમ છુ અને મે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યુ છે જેના કારણે આ વાત મકાન માલિકને ન ગમતા તેઓ એ મને તાત્કાલિક મકાન ખાલી કરવા કહ્યું” આ વાતની ફરિયાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં પણ કરી છે જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે આ બનાવ અંગે તપાસ શરૂ કરી છે.અલીગઢના એસએસપી અક્ષય કુલ્હારીએ જણાવ્યું કે આ બનાવ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે આ બનાવની સમગ્ર વિગત બહાર આવતાજ આરોપી સામે પગલા લેવામાં આવશે.