કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે પોતાના બજેટીય ભાષણમાં સેબીમાં લિસ્ટેડ ફર્મોમાં મિનિમમ પબ્લિક હોલ્ડિંગ 25 ટકાથી વધારીને 35 ટકા કરવા પર વિચારણા કરવાનો આગ્રહ કર્યો છે.
જો સેબી આના પર આગળ વધે છે, તો ઘણી મલ્ટીનેશનલ કંપનીઓના શેરોમાં કેટલાક નેગેટિવ એક્શન જોવા મળવાની શક્યતા છે.
તેના સંદર્ભે શેયરખાનના સંજીવ હોટાએ કહ્યુ છે કે જો 25 ટકાથી 35 ટકા સુધી હિસ્સેદારીને વધારવાનો પ્રસ્તાવ છે, તો મલ્ટીનેશનલ કંપનીઓ અને હાઈ પ્રમોટર હોલ્ડિંગ કંપનીઓ માટે અસ્વીકાર્ય થઈ શકે છે.
બીજી તરફ 40 પીએસયૂ ઉપક્રમ છે, જેની પબ્લિક હોલ્ડિંગ 35 ટકાથી ઓછું છે. ગત વર્ષ સરકારે પબ્લિક સેક્ટરના ઉપક્રમો માટે સમયમર્યાદ વધારીને મિનિમમ પબ્લિક હોલ્ડિંગ 25 ટકા ઓગસ્ટ-2020 સુધી માટે બનાવી રાખી છે. તેમણે 10 ટકાની મિનિમમ પબ્લિક હોલ્ડિંગની મંજૂરી આપી હતી.
સેબીએ પહેલા 2013માં તમામ લિસ્ટેડ કંપનીઓ માટે મિનિમમ શેર હોલ્ડિંગના નિયમોનું પાલન કરવા માટે સમયમર્યાદા નિર્ધારીત કરી હતી. બાદમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે જાહેર ઉપક્રમોમાં ખાનગી કંપનીઓ સાથે મિનિમમ પબ્લિક હોલ્ડિંગ 25 ટકા બનાવી રાખવી જોઈએ.