“અલ્લાહના નામે એક્ટિંગ” છોડનાર જાયરા વસીમના ટેકામાં સપા-કોંગ્રેસ, શિવસેના-ભાજપે ઉઠાવ્યા સવાલ
દંગલ અને સિક્રેટ સુપરસ્ટાર જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી બોલીવુડની અભિનેત્રી જાયરા વસીમે અભિનયની દુનિયાને અલવિદા કરવાનો નિર્ણય કર્યો છે. તેના આ નિર્ણયની કોઈએ પ્રશંસા કરી છે, તો કોઈએ વાંધો વ્યક્ત કર્યો છે. હવે તેના પર રાજકીય નિવેદનબાજી પણ શરૂ થઈ ચુક્યું છે. શિવસેના અને ભાજપે ધર્મને આધાર બનાવીને અભિનય છોડવાનો દબાણમાં લીધેલો નિર્ણય ગણાવ્યો છે. તો કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે તેના નિર્ણયને અંગત પસંદગી ગણાવીને ટેકો આપ્યો છે.
રવિવારે જાયરાએ સોશયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખીને બોલીવુડ છોડવાનું કારણ જણાવતા લખ્યું હતું કે પાંચ વર્ષ પહેલા મે એક એવો નિર્ણય કર્યો હતો જેણે મારી જિંદગી બદલી નાખી. બોલીવુડમાં પાંચ વર્ષ પૂર્ણ થવા પર હું એટલું કહેવા માંગુ છું કે હું મારા કામથી ખુશ નથી. હું ભલે અહીં ફિટ થઈ રહી છું,પરંતુ હું અહીંની નથી. હું મારા ઈમાનથી દૂર જઈ રહી છું. તેમણે સોશયલ મીડિયા પર છ પૃષ્ઠોની ચિઠ્ઠી લખી છે, જેમા તેણે કુરાનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેનું કહેવું છે કે આ માર્ગ તેને અલ્લાહથી દૂર કરી રહ્યો છે.
દેહ પ્રદર્શન કરવું ઈસ્લામમાં ખોટું – સમાજવાદી પાર્ટીના નેતા
સમાજવાદી પાર્ટીના નેતા એસ. ટી. હસને જાયરા વસીમના નિર્ણયનું સમર્થન કર્યું છે. તે અહીં જ થંભ્યા નહીં. તેમણે વિવાદીત નિવેદનબાજી કરતા કહ્યુ છે કે નાચવા-ગાવાવાળા મહિલાઓ તવાયફની જેમ હોય છે. ઈસ્લામમાં દેહ પ્રદર્શન કરવું અથવા કંઈક આવું કરવું જેનાથી યૌન આકર્ષણ થાય, તેને ખોટું માનવામાં આવે છે. તેનો નિર્ણય બિલકુલ યોગ્ય છે.
હિંદુ-જૈને પણ ધર્મ માટે છોડયું કરિયર- મિલિંદ દેવડા
કોંગ્રેસના નેતા મિલિંદ દેવડાએ ક્હ્યુ છે કે કપટી લોકો અચાનકથી જાયરા વસીમ અને નુસરત જહાંને લેક્ચર આપવા લાગે છે. મારા હિંદુ અને જૈન મિત્રો છે, તેમણે પોતાના ગુરુ અને આસ્થા માટે પોતાની કારકિર્દી છોડી છે. તમે પસંદ કરી શકો છો કે ધર્મ તમારા કરિયર અથવા પ્રેમને નિર્ધારીત કરે અથવા નહીં. સગીરોને બાદ કરતા અન્યોને પોતાના નિર્ણ પોતાની મેળે લેવા દો. તો કોંગ્રેસને નેતા અન બોલીવુડના એક્ટર રહેલા રાજ બબ્બરે કહ્યુ છે કે તેઓ જાયરાનું નામ જાણતા નથી. તેનો ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય અંગત છે.
તમે કોણ છો, જાયરાને તેની પસંદગી પુછનારા- ઓમર અબ્દુલ્લા
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યુ છે કે તમે તમે હોવ છો કોણ જાયરા વસીમથી તેની પસંદગી પુછવાવાળા? આ જિંદગી તેની છે, તે જેવી રીતે ચાહે તેવી રીતે જીવી શકે છે. હું બસ તેની ખુશીની કામના કરું છું અને આશા કરું છું કે તે તે કામને કરે જેમા તેને ખુશી મળતી હોય.
ફિલ્મી દુનિયામાં કામ કરનારા ઈસ્લામ વિરુદ્ધ નથી- જમીયત-એ-ઈસ્લામી હિંદ
જમીયત એ ઈસ્લામી હિંદે કહ્યું છે કે કોઈપણ મહિલા અથવા પુરુષ ફિલ્મી દુનિયામાં કામ કરી શકે છે. આ કોઈપણ રીતે ઈસ્લામ વિરુદ્ધ નથી. પરંતુ આ વાતનો ખ્યાલ અવશ્ય રાખવો જોઈએ કે ફિલ્મી દુનિયામાં કામ કરતી વખતે તે પોતાના ચરિત્રને બનાવી રાખે. સંગઠન પ્રમાણે એમ કરતા પણ કોઈ વ્યક્તિ પોતાના ઈમાનને યથાવત રાખી શકે છે. પરંતુ તેને ધ્યાન રાખવું જોઈએ કે તેના કામથી સમાજની ભલાય થાય અને તે ફિલ્મથી સમાજની બહેતરીનો સંદેશ જાય.
જમિયત એ ઈસ્લામી હિંદના સચિવ મલિક મોહતસિમ ખાને જાયરા વસીમને ફિલ્મ દુનિયા છોડવા પર ઉઠેલા વિવાદ પર ટીપ્પણી કરતા કહ્યુ છે કે આ કોઈ વ્યક્તિનો અંગત નિર્ણય છે. તે પોતાનું જીવન કેવી રીતે વ્યતીત કરવા ચાહે છે, શું ખાવા અને શું પહેરવા ચાહે છે, તેની તેને પુરી આઝાદી છે તથા આમ જ થવું જોઈએ. પરંતુ જ્યાં સુધી ફિલ્મી દુનિયામાં કામ કરવાનો સવાલ છે, ફિલ્મી દુનિયામાં કામ કરવું કોઈપણ પ્રકારે ઈસ્લામ વિરુદ્ધ નથી. આ વાતનો ખ્યાલ અવશ્ય રાખવું જોઈએ કે આવું કરતી વખતે તેનું ચરિત્ર સારું બનેલું રહે.
કરિયરનો નિર્ણય ધર્મને આધાર બનાવીને કરો નહીં. – પ્રિયંકા ચતુર્વેદી
કોંગ્રેસ છોડીને શિવસેનામાં સામેલ થયેલા પ્રિયંકા ચતુર્વેદીએ જાયરાને લને ટ્વિટ કર્યું છે કે જો આ તમને આકર્ષિત કરી રહ્યા છે, તો તમે તમારી આસ્થાનું પાલન કરી શકો છો. પરંતુ પોતાની કરિયરનો નિર્ણય ધર્મને આધાર બનાવીને કરો નહીં. આ તમારા ધર્મને અસહિષ્ણુ બનાવે છે, જ્યારે અસલમાં આમ નથી. આ તેના ધર્મ માટે પણ એક મોટું પ્રતિગામી પગલું છે અને આ ખોટી ધારણાને વધુ પુષ્ટ કરે છે કે ઈસ્લામમાં સહિષ્ણુતાને સ્થાન નથી.
દબાણમાં લેવામાં આવેલો નિર્ણય – શાહનવાઝ હુસૈન
ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈને એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ છે કે ધર્મના આધારે અભિનય છોડવાનો નિર્ણ દબાણમાં લેવામાં આવેલો નિર્ણય લાગી રહ્યો છે. તે સતત કટ્ટરપંથી સમૂહોના નિશાના પર પણ નથી. જાયરાના ફિલ્મોમાં કામ કરવાને લઈને ઘણીવાર કટ્ટરપંથીઓએ તેના પર વાકપ્રહારો પણ કર્યા છે.