લખનૌ: ભારતીય જનસંઘના સંસ્થાપક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની સ્મૃતિઓને એકઠી કરવા માટે વારાણસી-ચંદૌલી સીમા પર આવેલા પડાવ વિસ્તારમાં ગન્ના શોધ સંસ્થાન પરિસરમાં પંડિત દીનદયાળ સંગ્રાહલય અને ઉદ્યાન કેન્દ્ર બનાવાય રહ્યું છે. અહીં પંડિત દીનદયાળ ઉપાધ્યાયનની 63 ફૂટની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ આખો પ્રોજેક્ટ પર લગભગ 57 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
તેની સાથે જ પડાવ ચોકનું સંદરીકરણ અને માલવીય પુલ પર દીનદયાળના નામથી પ્રવેશદ્વાર પણ બનાવવામાં આવશે. સંસ્કૃતિ વિભાગના સહયોગથી વીડીએના પડાવ ચોક પર પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામથી સંગ્રહાલયનો પ્રસ્તાવ ઓગસ્ટ-2017માં શાસનમાં મોકલવામાં આવ્યો હતો. આ યોજના પર 57 કરોડ રૂપિયા ખર્ચ થવાના છે. તેમાં 30 કરોડ રૂપિયાની પડતરથી ચંદૌલી જિલ્લાના પડાવમાં આવેલા ગન્ના શોધ સંસ્થાનની 1.2 એકર જમીન પર સંગ્રહાલયનું નિર્માણ કરાવાય રહ્યું છે.
આ સિવાય 20 કરોડ રૂપિયાથી ચોકથી 200 મીટર સુધી સડક નિર્માણ, બેરિકેડિંગ, પાર્કિંગ, લાઈટ સહીત સંગ્રહાલયને જોડનારી તમામ સડકોને સુંદર બનાવવામાં આવશે. ખાસ વાત એ છે કે અહીં સાત કરોડના ખર્ચે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 63 ફૂટ ઊંચી પ્રતિમા લગાવવામાં આવશે. જણાવવામાં આવે છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની વિશાળ પ્રતિમા જયપુરમાં બનીને તૈયાર છે.
વારાણસી- ચંદૌલીની સીમા પર આવેલા પડાવમાં ગન્ના શોધ સંસ્થાનની જમીન પર તળાવ, ઓડિટોરિયમ અને સંગ્રહાલય વગેરેનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. તેની સાથે જે સ્થાન પર પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે, તે પ્લેટફોર્મ પણ બનીને તૈયાર છે. પરંતુ હાલ આ પ્રોજેક્ટના પુરા થવામાં અડચણો પણ આવી રહી છે. ઓડિટોરિયમ અને બાકીની ચીજો બનવાની બાકી છે.
આ સિવાય જે પરિસરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા સ્થાપિત થવાની છે, તે પરિસરમાં ગન્ના શોધ સંસ્થાનની ઓફિસની બિલ્ડિંગ છે. જો કે તેના કેટલાક હિસ્સાને ખાલી કરાવી લેવામાં આવ્યો છે, પરંતુ હજીપણ ત્યાંની એક બિલ્ડિંગ ખાલી કરાવી શકાય નથી, કારણ કે તેમા ગન્ના સંસ્થાનનું કાર્યાલય ચાલી રહ્યુ છે. જણાવવામાં આવે છે કે નજીકના ભવિષ્યમાં તેને પણ ખાલી કરાવી લેવામાં આવશે.
શાસનનો ઉદેશ્ય છે કે ભારતીય જનસંઘના પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવનનો અંતિમ પડાવ મુગલસરાયમાં ર્હયો છે. માટે ગન્ના શોધ સંસ્થાનમાં સંગ્રહાલયનું નિર્માણ કરીને તેમની સ્મૃતિઓને સાચવવામાં આવશે. સભાગાર સિવાય અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે એકાત્મ માનવતાવાદ અને અંત્યોદયના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો મૃતદેહ 12 ફેબ્રુઆરી-1968ના રોજ મુગલસરાય જંક્શનના પ્લેટફોર્મ નંબર એકના પશ્ચિમી છેડા પર મળ્યું હતું.