નવી દિલ્હી: કેરળના ઈડુક્કી જિલ્લામાં એક ક્રોસની સામે ત્રિશૂળ લગાવવા પર વિવાદ વધી ગયો છે. 15મી જૂને ઈડુક્કીના પાંચાલિમેડૂમાં ક્રોસની સામે ત્રિશૂળ લગાવવામાં આવ્યું હતું. હિંદુ સંગઠનોએ ચર્ચ પર સરકારી જમીનના અતિક્રમણનો આરોપ લગાવ્યો છે. આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે ચર્ચ વિરુદ્ધ વિરોધ કૂચ પણ કાઢી હતી.
આરોપ છે કે કેરળના ઈડુપ્પી જિલ્લા ખાતે સેન્ટ મેરી ચર્ચે સરકારી જમીન પર અતિક્રમણ કર્યું છે. અતિક્રમણના મામલામાં કેરળની ડાબેરી મોરચાવાળી સરકારે ચર્ચ દ્વારા કોઈપણ જમીન પર કબજો કરાયાનો ઈન્કાર કર્યો છે.
ભાજપના રાજ્યસભાના સાંસદ પ્રોફેસર રાકેશ સિંહાએ આરોપ લગાવ્યો છે કે કેરળમાં ડાબેરી સરકાર સરકારી જમીન પર અતિક્રમણ કરનારા ચર્ચો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી રહી નથી. તેમણે ક્હ્યુ છે કે કેરળમાં ઘણાં વિદેશી પાદરી વીઝાની મંજૂરી સમાપ્ત થવા છતાં પણ વસવાટ કરી રહ્યા છે.
પ્રોફેસર રાકેશ સિંહાએ કહ્યુ છે કે કેરળમાં મોટી સંખ્યામાં લોકોને ખ્રિસ્તી ધર્મમાં સામેલ થવા માટે લલચાવાય રહ્યા છે.