અરુણાચલ પ્રદેશમાં ચીન બોર્ડર પાસે વાયુસેનાનું AN-32 એરક્રાફ્ટ ગાયબ, 13 લોકો છે સવાર
ભારતીય વાયુસેનાનું પરિવહન વિમાન એએન-32 સોમવારે બપોરે એક વાગ્યાથી મીસિંગ છે. આ પરિવહન વિમાન અરુણાચલ પ્રદેશમાં ચીન બોર્ડર પાસેથી મીસિંગ છે. આ વિમાનમાં આઠ ક્રૂ મેમ્બર અને પાંચ પ્રવાસીઓ એમ કુલ 13 પ્રવાસીઓ સવાર હતા.
આ એરક્રાફ્ટે જોહરાટથી સવા બાર વાગ્યે ઉડાણ ભરી હતી અને અરુણાચલ પ્રદેશમાં આવેલા મેનચુકા ખાતેના એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડમાં જઈ રહ્યું હતું.
વાયુસેનાના એએન-32 પરિવહન એરક્રાફ્ટ છેલ્લે બપોરે એક વાગ્યે ગ્રાઉન્ડ એજન્સીઓ સાથે સંપર્ક કર્યો હતો. ત્યારબાદથી કોઈ સંપર્ક નહીં થવાને કારણે હવે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.