કોલકત્તાની બેથ્યૂન કોલેજમાં ધર્મના કોલમમાં હિંદુ-મુસ્લિમ સાથે ‘માનવતા’નો પણ વિકલ્પ
કોલકત્તા: એશિયાની સૌથી જૂની મહિલા કોલેજ બેથ્યૂન કોલેજે વિદ્યાર્થિનીઓ માટે માનવતાને ધર્મના કોલમમાં એક વિકલ્પ તરીકે રજૂ કર્યો છે. ઓનલાઈન પ્રવેશ ફોર્મમાં વિદ્યાર્થિનીઓ માટે પોતાના ધર્મને ચિન્હિત કરવા માટે કુલ આઠ વિકલ્પ છે. અન્ય વિકલ્પ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન અને બાકી ધર્મ છે.
માનવતાને ધર્મ તરીકે રજૂ કરવાનો નિર્ણય કોલેજની પ્રવેશ સમિતિ સાથે ચર્ચાવિચારણા બાદ લેવામાં આવ્યો છે. બેથ્યૂન કોલેજના પ્રિન્સિપલ મમતા રેનું કહેવું છે કે વિકલ્પ માનવતાને સ્થાપિત ધર્મોમાં વિશ્વાસ નહીં ધરાવનારા સ્ટૂડન્ટ્સ માટે રાખવામાં આવ્યો છે. જો કે કોલેજે એમ પણ નથી માનતી કે માનવતા અને ધર્મની વચ્ચે કોઈ અંતર છે.
શિક્ષણ બિરાદરીની સૌથી જૂની સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાની ઘણી પ્રશંસા થઈ રહી છે. પ્રેસિડેન્સી કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર અમલ મુખોપાધ્યાયે કહ્યુ છે કે એક શિક્ષક તરીકે મને કોલેજ દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર ગર્વ છે. કોઈપણ ઉમેદવારની પહેલી ઓળખ એ છે કે તે એક માણસ છે. કોલેજના શિક્ષકોએ સ્ટૂડન્ટ્સને એક માણસ તરીકે પોતાની ઓળખ જાહેર કરવાનો મોકો આપ્યો છે.
બેથ્યૂન કોલેજ 1849માં જોન ઈલિયટ ડ્રિંકવોટર બેથ્યૂન દ્વારા કન્યાશાળા તરીકે સ્થાપિત કરવામાં આવી હતી. આ સંસ્થાને 1879માં કોલેજમાં પરિવર્તિત કરવામાં આવી હતી. કોલકત્તા યુનિવર્સિટીમાં સમબદ્ધ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. આ વર્ષ, રાજ્ય સરકારના દિશાનિર્દેશો બાદ પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન હશે.