નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારંભના કેટલાક કલાક પહેલા તેમના નવા પ્રધાનમંડળમાં સામેલ થનારા સંભવિત ચહેરાના નામ સામે આવ્યા છે. આ નેતાઓને વડાપ્રધાન કાર્યાલય તરફથી ફોન પણ કરવામાં આવ્યા છે. સૂત્રો મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા કેબિનેટમાં 65થી 70 નવા પ્રધાનોને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
જેમાં શિવસેના અને જેડીયુમાંથી 1-1, અકાલીદળ અને એલજેપીમાંથી 1-1 તથા એઆઈએડીએમકેમાંથી પણ એક પ્રધાન બનાવવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રો મુજબ, પીએમ મોદી સાંજે સાત વાગ્યે યોજાનારા પોતાના શપથગ્રહણ સમારંભ પહેલા પોતાના સંભવિત પ્રધાનો સાથે સાંજે સાડા ચાર વાગ્યે પોતાના સત્તાવાર નિવાસસ્થાન 7 લોકકલ્યાણ માર્ગ ખાતે મુલાકાત કરશે. પીએમ મોદીની કેબિનેટમાં સામેલ થનારા કેટલાક પ્રધાનોના નામ સામે આવ્યા છે.
આ સંભવિત પ્રધાનોના નામ-
અર્જુનરામ મેઘવાલ
જિતેન્દ્ર સિંહ
રામદાસ અઠાવલે
જી. કિશન રેડ્ડી
રામવિલાસ પાસવાન
સુરેશ અંગડી
પિયૂષ ગોયલ
પ્રહલાદ જોશી
મુખ્તાર અબ્બાસ નક્વી
ધર્મેન્દ્ર પ્રધાન
હરસિમરત કૌર
બાબુલ સુપ્રિયો
સુષ્મા સ્વરાજ
સ્મૃતિ ઈરાની
નિર્મલા સીતારમણ
પ્રકાશ જાવડેકર
રવિશંકર પ્રસાદ
રમેશ પોખરિયાલ નિશંક
પ્રહલાદ પટેલ
કૈલાસ ચૌધરી
થાવરચંદ ગહલોત
કિશનપાલ ગુર્જર
સાધ્વી નિરંજન જ્યોતિ
કિરન રિજિજૂ
નરેન્દ્રસિંહ તોમર
સદાનંદ ગૌડા
આરસીપી સિંહ (જેડીયુ)
પુરુષોત્તમ રૂપાલા
ગજેન્દ્ર શેખાવત
અનુપ્રિયા પટેલ
રાવ ઈન્દ્રજીતસિંહ
સંજીવ બાલિયાન
મનસુખ માંડવિયા
મનસુખ વસાવા
ગજેન્દ્રસિંહ શેખાવત
અરવિંદ સાવંત- શિવસેના
જે. પી. નડ્ડા
ગિરિરાજ સિંહ
આર. કે. સિંહ
રાજ્યવર્ધનસિંહ રાઠૌર
સુબ્રત પાઠક
સંજય સમરાવ ધોત્રે
રામદાસ અઠાવલે
સાધ્વી નિરંજન જ્યોતિ
સુરેશ જોશી
કૈલાસ ચૌધરી
કિરન રિજિજૂ