ચારા કાંડ સાથે જોડાયેલા એક પૂરક મામલામાં સીબીઆઈની વિશેષ અદાલતે ત્રણ સરકારી કર્મચારીઓ સહીત 16 લોકોને દોષિત ઠેરવ્યા છે. આ મામલામાં કુલ 20 આરોપી ટ્રાયસ ફેસ કરી રહ્યા હતા. આમાથી ત્રણના મૃત્યુ સુનાવણી દરમિયાન થઈ ચુક્યા છે.
જ્યારે એકને કોર્ટે બરી કર્યો છે. આ મામલો ચાઈબાસા ટ્રેઝરીમાંથી 37 કરોડ 70 લાખ રૂપિયા ગેરકાયદેસર રીતે કાઢવા સાથે જોડાયેલો છે. આ મામલામાં આરજેડીના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવને સપ્ટેમ્બર-2013માં દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેની સાથે જ અદાલતે તેમને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી.
સીબીઆઈની વિશેષ અદાલતે ચારા કાંડમાં દોષિત ઠરેવવામાં આવેલા ગુનેગારોને મહત્તમ ચાર વર્ષની કેદ અને સાત લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે. તેમાંથી બે મહિલાઓને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
ચાઈબાસા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર મામલામાં આરસી 20/96માં 16 દોષિતોમાંથી 11 ગુનેગારોને ત્રણ વર્ષ, પાંચને ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે. જ્યારે મહત્તમ સાત લાખ લઘુત્તમ 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.