1. Home
  2. revoinews
  3. જમ્મુ-કાશ્મીર: કુલગામ અથડામણમાં 1 આતંકી ઠાર, 5 આતંકીઓને સુરક્ષાદળે ઘેર્યા
જમ્મુ-કાશ્મીર: કુલગામ અથડામણમાં 1 આતંકી ઠાર, 5 આતંકીઓને સુરક્ષાદળે ઘેર્યા

જમ્મુ-કાશ્મીર: કુલગામ અથડામણમાં 1 આતંકી ઠાર, 5 આતંકીઓને સુરક્ષાદળે ઘેર્યા

0
Social Share

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બુધવારે વહેલી સવારે આતંકીઓ સાથે અથડામણ શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે, સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો છે. જોકે અત્યારે વિસ્તારમાં 5 વધુ આતંકીઓ હોવાની આશંકા છે. સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરીને પાંચેય આતંકીઓને ઘેરી લીધા છે. હાલ બંને તરફથી ગોળીબાર ચાલુ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે સુરક્ષાદળોને કુલગામના તાજિપોરામાં આતંકીઓ છુપાયા હોવાની ખબર મળી હતી. જાણકારી મળતાં જ સ્થાનિક પોલીસ સાથે સીઆરપીએફના જવાનોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યારબાદ જવાનોએ પણ આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો અને તેમાં એક આતંકીને ઠાર માર્યો. જ્યારે પાંચ અન્ય આતંકીઓને સુરક્ષાદળોએ ઘેરી લીધા છે.

ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા મંગળવારે જ અનંતનાગ જિલ્લાના જંગલોમાં સુરક્ષાદળોએ અથડામણમાં એક પાકિસ્તાની નાગરિક સહિત જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે જિલ્લાના કોકરનાગના કચવાન વનવિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે મળેલી ગુપ્ત સૂચનાના આધારે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

બીજી બાજુ પાકિસ્તાન માટે જાસૂસી કરવાની આશંકામાં મંગળવારે બે વ્યક્તિઓની રતનચૂક સૈન્ય સ્ટેશનની પાસે પરમંડલ મોડ પર એક સૈન્ય શિબિરની બહાર ધરપકડ કરવામાં આવી. બંને સૈન્ય શિબિરની બહાર ફોટા પાડી રહ્યા હતા અને વીડિયો બનાવી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે શંકાસ્પજ જાસૂસોને પોલીસને સોંપી દેવામાં આવ્યા અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code