મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ડૉક્ટર પાયલ તડવીની આત્મહત્યા મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ કરાયેલ આરોપીઓમાં અંકિતા ખંડેલવાલ, હેમા આહુજા અને ભક્તિ મહેર સામેલ છે. હેમા આહુજાને મંગળવારે રાતે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ભક્તિ મહેરની મુંબઈ સેશન્સ કોર્ટે મંગળવારે સાંજે ધરપકડ કરી હતી. અંકિતા ખંડેલવાલની મુંબઈ પોલીસે બુધવારે સવારે ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે પાયલ તડવીએ પોતાની સિનિયર સહકર્મીઓ દ્વારા રેગિંગ અને જાતીય ટિપ્પણીઓથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. પાયલે આત્મહત્યા કર્યા પછી આ આરોપીઓ ફરાર થઈ ગઈ હતી.
પાયલના પરિવારજનોનો પણ આરોપ છે કે ત્રણેય મહિલા ડોક્ટરો તેના અનુસૂચિત જનજાતિના હોવાને લઇને ટોણા મારતી હતી અને માનસિક ત્રાસ આપતી હતી. પાયલ મુંબઈની બીવાયએલ નાયર હોસ્પિટલમાં એમડી સેકન્ડ યરની વિદ્યાર્થિની હતી.
મહિલાપંચે લીધી નોંધ
રાષ્ટ્રીય મહિલાપંચે પણ આ મામલાની નોંધ લીધી છે અને હોસ્પિટલને નોટિસ જાહેર કરી છે. જ્યારે મુંબઈ કોંગ્રેસના પ્રમુખ મુરલી દેવડાએ સંયુક્ત પોલીસ કમિશ્નર વિનય ચોબેની મુલાકાત કરી છે. આ દરમિયાન તેમણે પાયલ ચડવીની આત્મહત્યા મામલે એક જાહેરાત સોંપી.
આરોપીઓની ધરપકડ થઈ તે પહેલા પાયલના માતા-પિતાએ મંગળવારે મુંબઈમાં કે સરકારી હોસ્પિટલની બહાર પ્રદર્શન કર્યું જ્યાં તે કામ કરતી હતી. અન્ય પ્રદર્શનકારીઓ પણ તડવીની મા આબિદા અને પતિ સલમાનની સાથે પ્રદર્શનમાં સામેલ થયા અને ત્રણ સિનિયર્સ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી.