ચૂંટણીના પરિણામ પહેલા માયાવતીની “હું પીએમ બનવા માંગુ છું”-ની મહત્વકાંક્ષાએ માર્યો ઉછાળો
ચૂંટણી પરિણામોના એક દિવસ પહેલા બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ફરી એકવાર વડાંપ્રધાન બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સૂત્રોનું કહેવું છે કે ભાજપને દિલ્હીથી દૂર રાખવા માટે બની રહેલા મહાગઠબઁદનના નેતાઓ સાથેની વાતચીતમાં માયાવતીએ આવી ઈચ્છા વ્યક્ત કરી છે.
એક અંગ્રેજી ન્યૂઝ ચેનલે સૂત્રોને ટાંકીને અહેવાલમાં દાવો કર્યો છે કે વિપક્ષના એક વરિષ્ઠ નેતા સાથે માયાવતીએ આના સંદર્ભે ઈચ્છા વ્યક્ત કરી છે. માયાવતીની ઈચ્છા છે કે ભાજપને રોકવા માટે એક મોરચો બનાવવામાં આવે. તેમાં તમામ વિપક્ષી દળોને સામેલ કરવામાં આવે.આના માટે ચંદ્રાબાબુ નાયડુ અને એનસીપીના પ્રમુખ શરદ પવાર સતત કોસિશોમાં લાગેલા છે.
મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીના સાત તબક્કામાં વોટિંગની પ્રક્રિયા સમાપ્ત થઈહતી. આ વોટિંગ માટેનો પહેલો તબક્કો 11 એપ્રિલથી શરૂ થઈને 19 મેના રોજ આખરી તબક્કો પૂર્ણ થયો હતો. વોટની ગણતરી 23 મેથી શરૂ થઈ છે. જેમા ગૃહ મંત્રાલયે રાજ્યોને એલર્ટ જાહેર કરીને કોઈપણ પ્રકારની અપ્રિય ઘટનાને રોકવા માટે કાયદો-વ્યવસ્થા જળવવા પુરતા બંદોબસ્ત કરવાના નિર્દેશ આપ્યા છે.
કારણ કે ચૂંટણી સંપન્ન થયા બાદ મીડિયા અહેવાલમાં કેટલાક સ્થાનો પર ઈવીએમ બદલવા જેવા અહેવાલો આવ્યા હતા. જો કે ચૂંટણી પંચે આવા પ્રકારની કોઈપણ ઘટનાથી ઈન્કાર કર્યો છે. તેમના પ્રમાણે, ઈવીએમ ફુલપ્રુફ છે અને સ્ટ્રોંગરૂમમાં કડક સુરક્ષા હેઠળ છે.