દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ઝંઝાવાતી પ્રચાર કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે કેદાનનાથ પહોંચ્યા હતા. જ્યાં દર્શન કર્યા બાદ ગુફામાં ધ્યાન કરવા બેઠા હતા. લગભગ 17 કલાક બાદ ગુફામાંથી બહાર આવ્યા હતા. તેમજ ભગવાન શીવની પૂજા-અર્ચના કર્યા બાદ બદ્રીનાથ ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેદારનાથ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી. જે બાદ કેદારધામમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ ગુફામાં ધ્યાન લગાવવા ગયા હતા. ગુફામાં નીકળી કેદારનાથ મંદિરમાં બીજી વખત પૂજા કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, “વડાપ્રધાન બન્યો, ઉત્તરાખંડમાં સરકાર બની. અહીં ત્રણ-ચાર મહિના જ કામ કરી શકાય છે, મોટા ભાગના સમયમાં બરફ જ હોય છે. આ ધરતીથી મારો એક ખાસ સંબંધ રહ્યો છે, કાલથી હું ગુફામાં એકાંત માટે જતો રહ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું હતું કે, હું ક્યારેય કંઈ જ નથી માગતો, માગવાની પ્રવૃતિથી સહમત જ નથી. પ્રભુએ આપણે માગવાની જરૂર ન પડે તેવા યોગ્ય જ બનાવ્યાં છે. મુખ્યધારાની રાજનીતિમાં આવતાં પહેલાં મોદીએ 5 વર્ષ સુધી એક વૈરાગી તરીકે વિતાવ્યા હતા. 1985થી 1990 વચ્ચે મોદીએ કેદારનાથના ગરુડચટ્ટીમાં સાધના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીદી ગત વર્ષે નવેમ્બરમાં પણ કેદારનાથ ગયા હતા. આ દરમિયાન તેઓએ જવાનોની સાથે દિવાળી પણ મનાવી હતી. 2017માં પણ બે વખત તેઓ કેદારનાથ ગયા હતા.