રાજ્યના પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓને 7મા પગારપંચનું બાકી એરિયર્સ ન અપાતા અસંતોષ
ગાંધીનગરઃ સરકારના પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓને 7મા પગાર પંચનું બાકી એરીયર્સ ન મળતા કર્મચારીઓમાં અસંતોષ જાગ્યો છે. આ અંગે ગુજરાત રાજ્ય બોર્ડ નિગમ કર્મચારી મહામંડળના પ્રમુખ પ્રવિણ સુતરીયાએ જણાવ્યું હતું કે,, ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર મુજબ 7મા પગારપંચનો અમલ કરીને બોર્ડ-નિગમના કર્મચારીઓને 1-1-2016થી પગારપંચનો સ્વીકાર કરી અમલવારી કરી હતી. જોકે કર્મચારીઓને 19 મહિનાનું એરિયર્સ અપાયું નથી. જે અંગે લેખિત અને રૂબરુ રજુઆતો છતાં બોર્ડ-નિમગના કર્મચારીઓ સામે ઓરમાયુ વર્તન રાખીને એરિયર્સ ચુકવવામાં આવતું નથી.
પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓને 7મા પગાર પંચનું બાકી એરીયર્સ ન મળતા કર્મચારીઓમાં સરકાર સામે નારાજગી ઊબી થઈ છે. આ અંગે સરકારને અનેક વખત રજુઆત કરી હતી છતાં યોગ્ય ઉકેલ આવતો નથી. કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે, નાયબ મુખ્યમંત્રીએ વ્હાલા દવલાની નિતી અપવાની ચાર નિગમોને એરિયર્સ આપી બાકીના નિગમોને આજદીન સુધી એરિયર્સ મંજૂર કર્યું નથી. ત્યારે સરકારની આ બેવડી નીતિઓ વિરોધ કરીને આગામી દિવસોમાં હજારો કર્મચારીઓને પુન: આંદોલન કરવાની કરવાની ફરજ પડે તેવી પરિસ્થિતિ સરકાર ઉભી કરે છે. ત્યારે સરકારને વિનંતી છે, કે કર્મચારીઓ સંઘર્ષની તરફદારી કરતાં નથી પરંતુ હકની લડાઈ માટે આંદોલન કરવું પડે તો ન છૂટકે આ રસ્તો કર્મચારી મહામંડળ દ્વારા અપનાવવામાં આવશે.