અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ધો-1થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોસન આપવામાં આવ્યું છે. હવે ધો-10ના વિદ્યાર્થીઓને ધો-11માં પ્રવેશ મુદ્દે સ્કૂલ સંચાલકો મુઝવણમાં મુકાયાં છે. દરમિયાન એક સપ્તાહના સમયગાળામાં જ ધો-10ના વિદ્યાર્થીઓને માકર્શીટ પહોંચાડવાનો રાજ્યના શિક્ષણ વિભાગે નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.
કોરોના મહામારીને પગલે ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી હતી. ધો-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે ધો-12ની પરીક્ષા આગામી જુલાઈ મહિનામાં યોજાશે. બીજી તરફ ધો-10ના વિદ્યાર્થીઓને ધો-11માં પ્રવેશને લઈને સ્કૂલસંચાલકો મુઝવણમાં મુકાયાં છે. ધોરણ 10નું પરિણામ કઈ રીતે આપવુ અને કઈ રીતે માર્કશીટ તૈયાર કરવી તે અંગે મોટી મુશ્કેલી છે. આ મુદ્દે સરકારે રચેલી તજજ્ઞોની કમિટીની હજુ સુધી એક જ બેઠક મળી છે. પોલિસી ક્યારે જાહેર થશે તે હજુ નક્કી નથી.
ધોરણ 10માં આઠ લાખ 37 હજાર જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા સરકારે કોરોનાને લીધે રદ કરી દીધી છે અને આ વિદ્યાર્થીઓને આ વર્ષએ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરિણામ માટે ધોરણ 10ના ક્યા માપદંડો ગણવા. ધોરણ આઠ કે નવના પરિણામને માપદંડ ગણવા કે નહી તે સહિતના અનેક પ્રશ્નો છે. આ મુદ્દે સરકારે તજજ્ઞોની કમિટી તો રચી દીધી છે. પરંતુ હજુ સુધી માસ પ્રમોશન પોલિસી નક્કી થઈ શકી નથી. કમિટીની એક બેઠક મળી ગઈ છે અને હજુ બીજી બેઠળ મળવાની છે. ત્યાર બાદ કમિટી સૂચનો સાથેનો પોલિસી ડ્રાફ્ટ રિપોર્ટ સરકારને સોંપશે. ત્યાર બાદ સરકાર ધોરણ દસના પરિણામ માટેના નિયમો જાહેર કરશે. ત્યારબાદ ધોરણ દસના આઠ લાખ 37 હજાર વિદ્યાર્થીઓની માર્કશીટ પ્રિંટ થશે. અને સ્કૂલોમાં વિતરણ થશે.