1. Home
  2. हिन्दी
  3. बॉलीवुड
  4. બોલિવૂડ એક્શન હિરો અક્ષય કુમારને હોલિવૂડના સ્ટાર લિયોનાર્ડો ડીકૈપ્રિઓથી સાથે પર્યાવરણ સંરક્ષણ માટે સમ્માનિત કરાશે
બોલિવૂડ એક્શન હિરો અક્ષય કુમારને હોલિવૂડના સ્ટાર લિયોનાર્ડો ડીકૈપ્રિઓથી સાથે પર્યાવરણ સંરક્ષણ માટે સમ્માનિત કરાશે

બોલિવૂડ એક્શન હિરો અક્ષય કુમારને હોલિવૂડના સ્ટાર લિયોનાર્ડો ડીકૈપ્રિઓથી સાથે પર્યાવરણ સંરક્ષણ માટે સમ્માનિત કરાશે

0
Social Share
  • એક્શન હિરો એક્ષયને હોલિવૂડના સ્ટાર સાથે સમ્માનિત કારશે
  • પર્યાવરણ જાગૃતિ અને રક્ષણ માટે અક્ષય કુમારને સમ્માનિત કારશે

મુંબઈ – દુનિયાભરના સેલેબ્સ પર્યાવરણીય સંરક્ષણ જાગૃતિ માટે પોતાનું ખાસ યોગદાન આપી રહ્યા છે અને તેમના ચાહકોને પણ પર્યાવરણ બચાવવા માટે સાથ અને સહયોગની અપીલ કરે છે. બોલિવૂડ સેલેબ્સની વાત કરીએ તો આ યાદીમાં દિયા મિર્ઝા, અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન અને અજય દેવગન જેવા ફિલ્મ સ્ટાર્સના નામોનો સમાવેશ થાય છે.

ત્યારે હવે આ યાદીમાં અભિનેતા અક્ષય કુમારનું નામ પણ  જોડવામાં આવ્યું છે. આમ તો અક્ષય સામાજિક કાર્યો કરવામાં આગવું સ્થાન ધરાવે છે,જો કે, હવે ખિલાડી કુમારને પર્યાવરણ સંરક્ષણમાં કરેલા તેમના પ્રયત્નો બદલ તેમનું સમ્માન પણ કરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે  ગોલ્ડન ગ્લોબલ ઓનર્સ ફાઉન્ડેશન એક્ટર અક્ષય કુમાર, હોલિવૂડના સુપર સ્ટાર લિયાનાર્ડો ડિકૈપ્રિયો અને અન્ય સ્ટાર્સ સાથે સમ્માનિત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે એક્ટર એક્ષય કુમાર સતત ગરિબો વચ્ચે સાફ સફાઈની બાબતે જાગૃતતા ફેલાવતા રહે છે,ત્યારે લિયાનાર્ડો છેલ્લા ઘણા સમયથી સમુદ્ધમાં જૈવ વિવિધતા અને જંગલોના રક્ષણ માટે અનેક સારા કાર્ય કરી રહ્યા છે

જો કે આ ફર્સ્ટ ટાઈમ નથી બન્યું કે અક્ષયને તેના કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા હોય, તેઓ આ પહેલા પણ ઘણી બધી બાબતોમાં લોકોને જાગૃત કરતા આવ્યા છે,જેના માટે કેટલાક એવોર્ડસ પણ તેમને મળ્યા છે,જેમાં ખાસ કરીને એક્ષયની ફિલ્મ ટોયલેટ અને પેડમેને લોકોને ઘણા આકર્ષિત કર્યા હતા. આ બન્ને ફિલ્મ પરિવર્તન લાવનારી ફિલ્મ હતી.

અભિનેતાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો અક્ષય કુમાર લાસ્ટ ફિલ્મ ‘લક્ષ્મી’ માં જોવા મળ્યો હતો. હવે તેની આગામી ફિલ્મો છે ‘સૂર્યવંશી’ અને ‘બેલ બોટમ’. કોરોનાને કારણે સૂર્યવંશીની રિલીઝ અટકાવવામાં આવી છે.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code