ઉનાળાના તાપ વચ્ચે આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
- ઉનાળાના તાપ વચ્ચે હવામાનમાં બદલાવ
- હવામાન વિભાગે આપી ચેતવણી
- ઘણા રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા મુજબ,ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં 6 અને 7 માર્ચે પશ્ચિમ દિશામાં વાવાઝોડાને કારણે વરસાદની સંભાવના છે. આ સાથે આ તમામ સ્થળોએ બર્ફીલા તોફાનની સંભાવના છે. દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં લોકોને ગરમીને કારણે ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. 6 અને 7 માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં ભારે વરસાદ અથવા બરફવર્ષા થઇ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે, 6-7 માર્ચે પંજાબમાં હળવા વરસાદની સંભાવના છે. 7 માર્ચે હરિયાણા, ચંડીગઢ,દિલ્હી,પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં હળવા વરસાદ અને કરા પડવાની સંભાવના છે. આગામી 4-5 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 28-33 ડિગ્રી વચ્ચે રહેશે. તો, પાટનગર દિલ્હીનું તાપમાન 33 ડિગ્રી સુધી જઈ શકે છે. આગામી 6 દિવસ સુધી રાજધાનીમાં ગરમ પવન અને ઠંડીમાં ઉતાર-ચઢાવ શરૂ રહેશે.
રાજધાનીનું 8 માર્ચ સુધી મહત્તમ તાપમાન 33 ડિગ્રી સુધી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સુધી પહોંચી શકે છે.ઘણા રાજ્યોમાં તાપમાન 38 ડિગ્રીથી 40 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. તો, છેલ્લા બે મહિનાના હવામાનએ ગરમીની દ્રષ્ટિએ પણ ઘણા રેકોર્ડ તોડી દીધા છે.
-દેવાંશી