ટ્વિટરે છેવટે કેન્દ્રની વાત માની – સરકારના આદેશ બાદ 95 ટકા વાંધાજનક એકાઉન્ટ્સ કર્યા બ્લોક
- ટ્વિટરે સરકારના આદેશનું પાલન કર્યું
- 95 ટકા એકાઉન્ટ્સ બ્લોક કર્યા
દિલ્હીઃ-છેલ્લા ઘણા દિવસથી કેન્દ્ર સરકરા અને ટ્વિટર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, કેન્દ્ર આદેશ બાદ પણ ટ્વિટર કેટલાક વાંધાજનક એકાઉન્ટ બંધ નહોતું કરી રહ્યું અને વાંવાર કેન્દ્ર દ્રારા આ પ્રકારના એકાઉન્ટસ બંદ કરવાના આદેશ આપવામાં આવતા હતા.
અમેરિકી સોશ્યલ મીડીયા અને માઈક્રોબ્લોગીંગ એજન્સી ટ્વિટર એ છેવટે સરકારના આદેશને માની લીધો છે, આ સમગ્ર બાબતે સરકારે જે ટ્વિટરને એકાઉન્ટસ્ બ્લોક કરવાના આદેશ આપ્યા હતા તેમાંથી હાલ ટ્વિટરે 95 ટકા જેચટલા એકાઉન્ટસને બ્લોક કરી દીધા છે.
આ સમગ્ર બાબાતે વિતેલા દિવસને ગુરુવારના રોજ કેન્દ્રના આઈટી મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે માહિતી આપી હતી, તેમણે કહ્યું હતું કે, જો ટેવિટર સરકારી આદેશોનું પાલન કરશે નહી તો કાયદાકીય પગલા લેવા પડશે. મળતી માહિતી મૂજબ જો ટ્વિટર સરકારના આદેશનું પાલન ન કરતે તો તેમના સામે કાયદાકીય કાર્યવાહી કરવા બાબતની સરકારે સમગ્ર તૈયારીઓ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના આંદોલન વચ્ચે ટ્વિટર પર વાંધાજનક હૈશટેગ અને ખાલિસ્તાન તથા પાકિસ્તાન દ્વારા ખોટી માહિતી ફેલાવતા હતા તેવા એકાઉન્ટ્સ સામે સરકારે કાર્યવાહી કરવા માટે ટ્વિટરને આદેશ આપ્યા હતા.સરકારે કંપનીને 1,435 હેન્ડલ પર કાર્યવાહી કરવા જણાવ્યું હતું જેમાંથી ટ્વિટરે 1,398 ટ્વિટર હેન્ડલ બ્લોક કરવાની કાર્યવાહી કરાઈ છે.
સાહિન-