- સરકારે ખેડૂતો માટે 15 કલાકનો સમય આપ્યો
- વિપક્ષની ધમાલ બાદ બન્ને પક્ષ વચ્ચે આ બાબતે સમજોતો થયો
દિલ્હી – દેશની રાજધાનીમાં ખેડૂતો પોતાની માંગને લઈને અડગ રહ્યા છે છેલ્લા 70 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ખેડૂતો પોતાની જીદ પકડીને જ બેઠા હતા ત્યારે હવે ખેડૂતોનો અવાજ સરકારના કાને પડ્યો છે.
હવે આ બાબતે ખેડૂત આંદોલનનો પડધો સંસદમાં સાભળાયો છે, છેલ્લા બે દિવસથી રાજયસભાખેડૂત આંદલન અને લોકસભામાં વિપક્ષોએ આંદોલન મામલે અલગથી સમયની ફાળવણીની માંગ કરી હતી ,જે બાબતે હવે સરકારે મનતુ જોખવુ પડ્યું છે.
ત્યારે હવે ખેડૂતો માટે સરકાર આ મામલે 15 કલાકનો સમય ફાળવશે, કેન્દ્ર દ્રારા લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે દેશના રાષ્ટ્રપતિના સંસદમાં ભાષણ પરના આભાર પ્રસ્તાવની ચર્ચાઓ થયા પછી બ 15 કલાકનો સમય ખેડૂત આંદોલનની ચર્ચા માટે ફાળવવા અંગેનો ખાસ નિર્ણય લેવાયો છે
આ મામલે વિપક્ષે હેંગામો મચાવ્યો હતો છેવટે વિક્ષને જીત મળી છએ, આજ રોજ સવારથી રાજયસભામાં આ મુદ્દો ગરમ હતો,આ મામલે ખૂબ ચર્ચાઓ ચાલી રહી હતી, આ સાથે જ આમ આદમી પાર્ટીના સંજયસિંઘ સહિતના ત્રણ સાંસદોને બે દિવસ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે,જો કે આ મામલે થયેલી આટલા ઘર્ષણ બાદ વિપક્ષ તથા સરકાર વચ્ચે મામલો સુલજાયો હતો અને સમજોતો થયો હતો.
ત્યા પછી નાયડુએ જાહેરાત કરી હતી કે સરકાર દ્વારા રાષ્ટ્રપતિના ભાષણની ચર્ચા અને પીએમ મોદીના જવાબ પછી 15 કલાકનો સમય ખાસ ખેડૂત આંદોલન માટે આપવામાં આવ્યો છે અને તે રાજયસભા અને લોકસભા બંને માટે ફાળવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ ખેડૂત આંદોલનની ચર્ચાઓ દરમિયાન બે દિવસ સુધી પ્રશ્નકાળ તથા ખાનગી સભ્યોના બીલની ચર્ચા કરવામાં આવશે નહી આ સમય માત્રે ખેડૂત મુદ્દાઓની ચર્ચાઓ સાંભળવા માટે ફાળવવામાં આવ્યો છે.
સાહિન-