દિલ્હીમાં રિપબ્લિક દિવસની પરેડમાં બાંગ્લાદેશ આર્મીની એક ટીમ લેશે ભાગ
દિલ્હીઃ સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીના રોજ રિપબ્લિક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ભારતની આ ખુશીમાં પડોશી દેશ બાંગ્લાદેશ પણ સામેલ થશે. બાંગ્લાદેશ આર્મી 26 જાન્યુઆરીએ દિલ્હીમાં રિપબ્લિક દિવસની પરેડમાં પણ ભાગ લેશે. આ કૂચની ટુકડીમાં 122 બાંગ્લાદેશી સૈનિકોને તેમના હથિયારો સાથે સામેલ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971માં યુદ્ધ થયું હતું. જેમાં ભારતનો વિજય થતા બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું હતું. બાંગ્લાદેશ પણ ભારતીય સૈન્યની આ ઐતિહાસિક પરાક્રમના 50માં વર્ષમાં સામેલ થશે.
બાંગ્લાદેશ આર્મી 26 જાન્યુઆરીએ, દિલ્હીમાં રિપબ્લિક દિવસની પરેડમાં પણ ભાગ લેશે. દરમિયાન બાંગ્લાદેશી સૈનિકોનુ આ દળ દિલ્હી પહોંચી ગયુ છે. બાંગ્લાદેશ નિર્માણની સ્વર્ણ જયંતી પર ભારતે એક બાંગ્લાદેશી પાર્ટીને પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા આમંત્રણ આપ્યુ હતુ. આ બાંગ્લાદેશી ટીમને ભારતીય વાયુ સેનાના વિશિષ્ટ પરિવહન વિમાન સી -17 ગ્લોબમાસ્ટરથી ભારત લાવવામાં આવી છે. આ ટીમ સાથેના એક અધિકારીએ જણાવ્યુ છે કે, ‘અમારી બાંગ્લાદેશ ટુકડી પહેલીવાર આવી છે. ધ્વજવંદન સાથે ભારતના પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લેવા આવ્યા છીએ.’ વ્યૂહાત્મક ભાગીદારી પહેલા 50 વર્ષની મિત્રતા પર ગૌરવ કરતા તેમણે કહ્યુ કે,’ અમે સાથે મળીને લડ્યા,હવે સાથે મળીને કૂચ કરીશું.