1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 998 કેસ નોંધાયાં : પોઝિટિવ કેસનો આંકડો 50 હજાર નજીક પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 998 કેસ નોંધાયાં : પોઝિટિવ કેસનો આંકડો 50 હજાર નજીક પહોંચ્યો

0
Social Share
  • 24 કલાકમાં 20 દર્દીના થયા મોત
  • 777 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. તેમજ છેલ્લા ચારેક દિવસથી દરરોજ 900થી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 998 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 49439 ઉપર પહોંચ્યો છે. જો કે, રાહતની વાત એ છે કે,  777 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા.

રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધારે કેસ સુરત શહેર-જિલ્લામાં નોંધાયાં હતા. સુરતમાં 284, અમદાવાદમાં 193, વડોદરામાં 88, રાજકોટમાં 56, ભાવનગરમાં 42, મહેસાણામાં 26, ભરૂચમાં 22, સુરેન્દ્રનગરમાં 20, પાટણમાં 17, વલસાડમાં 17, ગીરસોમનાથમાં 16, કચ્છમાં 16, તાપીમાં 16, પંચમહાલમાં 15, અમરેલીમાં 13, બનાસકાંઠામાં 13, ખેડામાં 13 અને દાહોદમાં 12 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો ચેપ ફેલાઈ રહ્યો છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસમાં 20 દર્દીઓના મોત થયાં હતા. આમ આ મહામારીમાં અત્યાર સુધીમાં 2167 દર્દીઓના મોત થયાં છે. બીજી તરફ 777 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. આમ રાજ્યમાં રિકવરી રેટ પણ વધ્યો છે. રાજ્યમાં હાલની સ્થિતિએ 11613 એક્ટિવ કેસ છે. રાજ્યના અમદાવાદ સહિતના શહેરો ઉપર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code