ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ વિશેની જુઠ્ઠી માહિતી આપીને લોકોને ભરમાવાની કોષિશ કરનારા અને અફવા ફેલાવનારાના કેટલાક ટ્વિટર અકાઉન્ટ્સ બંધ કરવાના આદેશ આપ્યા છે. મળતી માહિતી મુજબ તેમાં 8 લોકોના ટ્વિટર અકાઉન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેના ટ્વિટર કાઉન્ટ બંધ કરવાના સુચનો કરવામાં આવ્યા છે તેના નામ @kashmir787-Voice of Kashmir, @Red4Kashmir-MadihaShakil Khan, @arsched-Arshad Sharif, @mscully94-Mary Scully, @sageelaniii-Syed Ali Geelani, @sadaf2k19, @RiazKha61370907 અને RiazKha723નો સમાવેશ થાય છે.
જમ્મુ કાશ્મીરમાં હાલમાં જ થોડા દિવસો પહેલા કલમ 370 હટાવી દેવામાં આવી છે. આ જોતા સોશિયલ મીડિયા પર સરકારનું ધ્યાન વધુ કેન્દ્રીત છે જેથી આવી કેટલીક અફવાઓ ફેલાય નહીં માટે સરકાર સતર્ક છે ત્યારે ઘઆટી વિસ્તારમાં ખીણમાં શાંતિને ખલેલ પહોંચાડે અથવા જુઠી વાતો ફેલાવે તેના સામે નક્કર કાર્યવાહી થઈ રહી છે ,ત્યારે “ગુપ્તચર વિભાગે ચેતવણી આપી છે કે કેટલાક આતંકી જૂથો જમ્મુ-કાશ્મીરમાં મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે” ત્યારે આવા સમયે અફવા ફેલાવનારના ટ્વિટર એકાઉન્ટસને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે કારણે કે આવી પરિસ્થિતિમાં કોઈપણ અફવા શાંતિને ખલેલ પહોંચાડી શકે છે.
વાત જાણે એમ છે કે ગુપ્તચર વિભાગ આઈબી એ એક ચેતવણી આપી છે કે ઇસ્લામિક સ્ટેટ આઈએસ અને આઈએસઆઈ સમર્થિત આતંકવાદીઓ સોમવારે ભારતમાં બકરી-ઈદના તહેવારે હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. શુક્રવારે રાજ્ય પોલીસ એકમ અને પોલીસ વડામથકમાં એક ખાનગી રિપોર્ટમાં ગુપ્તચર વિભાગે જણાવ્યું હતું કે ઇદના પ્રસંગે આઈએસઆઈ સમર્થિત જેહાદી જૂથના આતંકીઓ જમ્મુ-કાશ્મીર અને દેશના અન્ય વિસ્તારોમાં આતંકવાદી ઘટનાને અંજામ આપી શકે છે
અનેક વાતોને લઈને લોકો ટ્વિટર અકાઉન્ટ પર ખોટી ખોટી આફવાઓ અને જુઠી વાતો ફેલાવે છે, કે જેનાથી શાંતિના માહોલમાં ડર ઉત્પન્ન થાય, જેથી આ પ્રકારના અકાઉન્ટસને સરકારે તાતકાલિક ઘોરણે બંઘ કરવાના આદેશ બહાર પાડ્યા છે.
સરકાર કાશ્મીરની જનતાને લઈને સતર્ક છે,સતત સરકારનું ધ્યાન જનતા તરફ છે જેથી કરી ત્યાની જનતા સુરક્ષીત રહી શકે, 370 હટાવ્યા બાદ સરકાર જમ્મુ-કાશમીરની જનતાને લઈને કોઈ પણ પ્રકારનો ખતરો લેવા માંગતી નથી, સરકાર કાશ્મીરની જનતાને સુરક્ષા આપવાના બને તેટલા વધુ પ્રયત્નો કરી રહી છે.આ પ્જેરયત્થીનોના ભાગરુપે આજે કાશ્મીરમાં શાંતિના વાતાવરણમાં ઈદની ઉજવણી થઈ શકેલી આપણે જોઈ શકીયે છે.