1. Home
  2. revoinews
  3. ઓમપ્રકાશ રાજભરની પાર્ટીના 7 ધારાસભ્યો થોડાક દિવસોમાં નવી પાર્ટી બનાવી ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા
ઓમપ્રકાશ રાજભરની પાર્ટીના 7 ધારાસભ્યો થોડાક દિવસોમાં નવી પાર્ટી બનાવી ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા

ઓમપ્રકાશ રાજભરની પાર્ટીના 7 ધારાસભ્યો થોડાક દિવસોમાં નવી પાર્ટી બનાવી ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા

0

લખનૌ: યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ભલામણ બાદ રાજ્યપાલ રામ નાઈકે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરને પ્રધાનપદેથી બરતરફ કર્યા છે. તેની સાથે જ રાજભરના ચાર ધારાસભ્યો સહીત અન્ય ત્રણ સાથીદારોને પણ તેમના પદ પરથી હટાવી દીધા છે. સૂત્રો મુજબ, બરતરફ કરવામાં આવેલા તમામ પદાધિકારઓ નવી પાર્ટી બનાવીને ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે.

ક્રમાંક           પંચ-પરિષદ-નિગમ             હટાવાયેલા પદાધિકારી          પદ

1               યુપી પછાત વર્ગ પંચ           ગંગારામ રાજભર               સદસ્ય

2               યુપી પછાત વર્ગ પંચ           વિરેન્દ્ર રાજભર                 સદસ્ય

3               યુપી પશુધન વિકાસ પરિષદ    સુદામા રાજભર              સદસ્ય

4               સૂક્ષ્મ લઘુ મધ્યમ ઉદ્યમ વિભાગ અરવિંદ રાજભર             અધ્યક્ષ

5               યુપી બીજ વિકાસ નિગમ        રાણા અજીતપ્રતાપસિંહ       અધ્યક્ષ-નિદેશક

6               રાષ્ટ્રીય એકીકરણ પરિષદ      સુનીલ અર્કવંશી                 સદસ્ય

7               રાષ્ટ્રીય એકીકરણ પરિષદ      રાધિકા પટેલ                   સદસ્ય

મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીના આખરી તબક્કાની ચૂંટણીના બીજા દિવસે જ પછાત વર્ગના કલ્યાણ પ્રધાન ઓમપ્રકાશ રાજભરને બરતરફ કરવાની ભલામણ યોગીએ રાજ્યપાલ રામ નાઈકને કરી હતી. મુખ્યપ્રધાનની ભાલમણ બાદ રાજ્યપાલે રાજભરને પ્રધાનમંડળમાંથી બરતરફ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારમાં રાજભરની પાર્ટી સુભાસપાના સાત અન્ય સદસ્યોને પણ હટાવી દેવામાં આવ્યા છે. આમ ભાજપ હવે ઓમપ્રકાશ રાજભરથી સંપૂર્ણપણે રાજકીય અંતર જાળવવા ચાહે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code