1. Home
  2. revoinews
  3. રાજધાનીમાં કોરોના કહેરથી છેલ્લા 24 કલાકમાં 131 દર્દીઓના મોત- સીએમ કેજરીવાલ એ સર્વદળની બેઠક બોલાવી
રાજધાનીમાં કોરોના કહેરથી છેલ્લા 24 કલાકમાં 131 દર્દીઓના મોત- સીએમ કેજરીવાલ એ સર્વદળની બેઠક બોલાવી

રાજધાનીમાં કોરોના કહેરથી છેલ્લા 24 કલાકમાં 131 દર્દીઓના મોત- સીએમ કેજરીવાલ એ સર્વદળની બેઠક બોલાવી

0
Social Share
  • રાજઘાનીમાં કોરોના કહેર
  • છેલ્લા 24 કલાકમાં 131 દર્દીઓના મોત
  • મુખ્યમંત્રી કેજરિવાલએ સર્વદળની બેઠક બોલાવી

દિલ્હી- : દેશની રાજધાની દિલ્હી સતત કોરોનાના સકંજામાં સપડાઈ રહી છે, પ્રથમ વખત અહી એક જ દિવસમાં 131 કોરોનાના દર્દીઓના મોત થયા છે જ્યારે 7 હજાર 400થી પણ વધુ કોરોના સંક્રમિતો મળી આવ્યા છે.તેના સામે એકર દિનસમાં 7 હજાર આસપાસ દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે.દિલ્હીની ખરાબ સ્થિતિને જોતા મુખ્યમંત્રી કેજરિવાલ એ સર્વદળ એક બેઠકનું આયોજન કર્યું છે.

દિલ્હીમાં કોરોનાની આ ત્રીજી લહેર કહી શકાય. આ પહેલા જૂન મહિનામાં પહેલી  અને સપ્ટેમ્બરમાં બીજી લહેર આવેલી જોવા મળી હતી. દિલ્હીમાં પ્રથમ પિક દરમિયાન સૌથી વધુ મૃત્યુ નોંધાયા હતા, પરંતુ ત્રીજી પિક એ દૈનિક મોતની સંખ્યા છેલ્લા એક દિવસમાં સૌથી વધુ વધારો કર્યો છે.

આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 62 હજાર 232 નમુનાનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં 12.03 ટકા લોકો સંક્રમિત જોવા મળ્યાં છે. સંક્રમિત લોકોની કુલ સંખ્યા 5 લાખ 3 હજારને પર પહોંચી ગઈ છે, જેમાંથી 40 લાખ 52 હજાર અને 600 જેટલા દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં 7943 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દિલ્હીમાં કોરોના મૃત્યુ દર 1.58 ટકા છે અને સંક્રમણ દર 9 ટકા છે. હાલમાં અહીં 42 હજાર 400થી પણ વધુ એક્ટિવ કેસ જોવા મળે છે.

હાલમાં 24 હજાર 800 થી પણ વધુ દર્દીઓ ઘરની અઁદર સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલોમાં બેડની સંખ્યા  વધીને 16 હજાર 884 થઈ ગઈ છે, જેમાંથી 9 હજાર 343 બેડ ફુલ કોવિડ કેર સેન્ટર્સમાં પણ 8 હજાર 217 બેડમાંથી  568 બેડ  ભર્યા છે.

સાત દિવસમાં 715 લોકોએ જીવ ગુમાવ્યા

રાજધાની દિલ્હીમાં છેલ્લા 10 દિવસથી મોતનો આકડો વધતો જોવા મળી રહ્યો છે, આજ મહિનામાં આ બીજી વખત હશે કે જ્યારે કોરોનાના લીધે 100થી વધુ લોકોના માત્ર એક જ દિવસમાં મોત થયા છે, એક અઠવાડિયામાં અહીં પ્રથમ વખત 715 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.

મુખ્યમંત્રીએ સર્વદળની બેઠક બોલાવી

મુખ્યમંત્રી એ આ પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજધાનીમાં કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને ધ્યાનમાં રાખીને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ગુરુવારે સવારે 11 વાગ્યે યોજાનારી બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોને પણ આમંત્રણ અપાયું છે. જેમાં દિલ્હી સરકાર કોરોનાના વધતા જતા કેસો સાથે સંકળાયેલા પગલાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવશે . તે વિરોધી પક્ષોના વધુ સારા સૂચનો પણ માંગશે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code