નવી દિલ્હીઃ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શુકર્વારના રોજ સદનમાં હંગામો કર્યો બાદ વિપક્ષ સાંસદોને ચેતવણી આપી હતી કે મારા સ્ટાફને હાથ પણ ન લગાવતા , આ વાક્ય તેઓ ત્યારે બાલ્યા હતા જ્યારે કોગ્રેસ,ટીએમસી અને ડીએમકે સાસંદ પ્રશ્નકાળના સમયે હંગામો કરીને અંદર આવ્યા હતા, હંગામો કરનારા સાંસદ કર્ણાટકની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માગતા હતા, પરંતુ સ્પીકરે એ વાતનો ઈનકાર કર્યો. જેને લઈને વિરોધ પક્ષના સાંસદ ગુસ્સે થયા.
સ્પીકરે નારાજ થયેલા સાંસદોને પોતાની સીટ પર બેસી જવા કહ્યું હતું અને પ્રશ્નકાળને ચાલું રાખવા જણાવ્યું હતુ પર્તું વિપક્ષના સાંસદો “અમને ન્યાય જોઈએ વધુ તાનાશાહી નહી ચાલે ”તેવા નારોઓ લગાવતા રહ્યા હતા , તે વાત પર સ્પીકરે કહ્યું કે “ તમે દરેકે જ નિર્ણય લીધો હતો કે રાજ્ય સંબંધિત ચર્ચા સદનમાં કરવામાં નહી વે આ એક રાજ્ય વિષયક બાબત છે અને વાત સંવિધાન સાથે જોડાયેલી છે”
થોડા સમય પછી સ્પીકરે ફરીથી પ્રશ્નકાળ શરુ રાખવાનો આદેશ આપ્યો હતો તેમણે કહ્યુ કે “મે તમને આ બાબતને બે વાર રજુ કરવાની મંજુરી આપી તે છતા પણ તમને સદનમાં પેપર રાખ્યા બાદ શૂન્યકાળમાં બોલવાની તક જરુરથી આપીશ ”