રક્ષા ઉદ્યોગમાં ‘આત્મનિર્ભર ભારત’ પર આયોજીત વેબિનારમાં પીએમ મોદીએ કહ્યું – ‘આપણું લક્ષ્ય દેશમાં રક્ષા ઉત્પાદન વધારવાનું છે’
- રક્ષા ઉદ્યોગમાં ‘આત્મનિર્ભર ભારત’ પર આયોજીત વેબિનાર
- આ વેબિનારમાં પીએમ મોદીએ રક્ષા ઉદ્યોગ પર કરી વાત
- દેશમાં રક્ષણ ઉદ્યોગ વિકસાવવા બાબતે ચર્ચા
- આપણું લક્ષ્ય ભારતમાં રક્ષા નિર્માણમાં વધારો કરવાનું છે-મોદી
રક્ષા ઉદ્યોગમાં ‘આત્મનિર્ભર ભારત’ પર આયોજીત વેબિનારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણું લક્ષ્ય ભારતમાં રક્ષા નિર્માણમાં વધારો કરવાનું છે. આપણું ઉદ્દેશ છે કે ,ભારતમાં જ ઉત્પાદન વધે,અને ભારતમાં જ નવી તકનીક વિકસે અને ખાનગી ક્ષેત્રમાં આ ક્ષેત્ર વિસ્તૃત થાય, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે , ‘મને આનંદ છે કે ભારતમાં સંરક્ષણ ઉત્પાદન સાથે જોડાયેલા હોલ્ડર્સ આજે આ કાર્યક્રમમાં હાજર છે.આજે અહી થઈ રહેલા મંથનથી જે કઈ પરિણામ મળશે તેના થકી આત્મનિર્ભરતાના આપણા પ્રયત્નોને વેગ મળશે .
We aim to increase defence manufacturing in India: PM Narendra Modi addresses 'Atmanirbhar Bharat Defence Industry Outreach Webinar' through video conference. pic.twitter.com/bYD1NaR07K
— ANI (@ANI) August 27, 2020
તેમણે કહ્યું કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં અમારો પ્રયત્ન આ સેક્ટર સાથે સંકળાયેલી તમામ અવરોધને સમાપ્ત કરવાનો છે, અમારું ઉદ્દેશ ભારતમાં જ ઉત્પાદન વધારવું, ભારતમાં નવી તકનીકનો વિકાસ કરવાનો અને આ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રનો મહત્તમ વિસ્તરણ કરવાનો છે, આ સમગ્ર બાબતે ઘણા મહત્વપૂર્ણ પગલાપણ લેવામાં આવ્યા છે”.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, “દાયકાઓથી ઓર્ડનન્સ ફેક્ટરીઓ પણ સરકારી વિભાગોની જેમ જ ચલાવવામાં આવી રહી હતી . મર્યાદિત દ્રષ્ટિને કારણે દેશને હાલાકી તો વેઠવી પડી છે, સાથે-સાથે ત્યાં કામ કરતાં મહેનતુ, અનુભવી અને કુશળ કામદાર વર્ગને પણ ઘણું સહન કરવું પડ્યું છે”.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદની નિમણૂક અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, “દેશમાં ઘણા લાંબા સમયથી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયૂક્તી પર નિર્ણય નહોતો લેવાય, ત્યારે આ નિર્ણય નવા ભારતના આત્મવિશ્વાસનું પ્રતિક છે, તેમણે જણાવ્યું હતું કે હાલમાં જ 101 સંરક્ષણ વસ્તુઓની સમગ્ર રીતે ઘરેલું ખરીદી માટે સંપૂર્ણપણે સુરક્ષિત કરવામાં આવી છે. આ સૂચિ વધુ વ્યાપક બનાવવામાં આવશે, તેમાં વધુ વસ્તુઓ ઉમેરવામાં આવશે”.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે આધુનિક ઉપકરણોમાં આત્મનિર્ભરતા માટે તકનીકી અપગ્રેડની જરૂર છે.જે ઉપકરણો આજે બનાવામાં આવી રહ્યા છે,તેના ઉપકરણોની આગલી પેઢીને તૈયાર કરવા પર કામ કરવાની જરૂર છે. આ માટે ડીઆરડીઓ ઉપરાંત ખાનગી ક્ષેત્ર અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કામ કરવામાં આવી રહ્યું છે.
સાહીન-
