પંજાબના ગુરુદાસપુર સ્થિત એક ફટાકડાની ફેક્ટરીમાં ધમાકો થતા 9 લોકોના મોત નિપજ્યા છે,તો કેટલાક લોકો ગંભીર રીતે ઈજા પામ્યા છે,2 બિલ્ડિંગોમાં 50થી વધુ લોકો ફસાયા હોવાની શંકાઓ સેવાઈ રહી છે. આ ધમાકાનો અવાજ એટલી હદે ઊંચો હતો કે આસપાસના લોકો પણ આ અવાજ સાંભળીને ઘટના સ્થળે આવી પહોચ્યા હતા.
ઘટના સ્થળએ ફાયર વિભાગની ટીમ કાર્યરત છે,ફસાયેલા લોકોને મદદ મળી રહે તોવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,મળતી માહિતી મુજબ આગના ધુમાડાની લપેટના કારણે લોકોને બહાર નીકાળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી આવ્યા છે. બચાવ ટીમ સતત કાર્યરત છે. ફસાયેલા લોકોને મદદ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર વધતા ધુમાડાને કારણે લોકોને ઇમારતમાંથી બહાર કાઢવવામાં મુશ્કેલી પડી રહી છે આજુબાજુના લોકો પણ આ વિસ્ફોટથી પ્રભાવિત થયા છે. આ અકસ્માત થયો તે સમયે બપોરના ચાર વાગ્યા હતા.
બુધવારે બનેલી આ ઘટનામાં જાન-માલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી. હજુ સ્પષ્ટ નથી થયું કે ફેક્ટરી માન્ય હતી કે નહી તે ઉપરાંત કેટલી હદે સલામતીના પગલા લેવાયા હતા.કામદાકોની સલામતી માટે કોી ચોક્કસ સુવિધાઓ કરાઈ હતી કે ,કેમ,તે સમગ્ર વાત હજુ સુધી બહાર પડી નથી.