છત્તીસગઢના નક્સલવાદી અસરકારક ધમતરી જીલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ સામસામે આવી જતા મહિલા સહિત ચાર નક્સલવાદીઓને મોતને ધાટ ઉતાર્યા હતા. જેમાં ત્રણ મહિલોનો સમાવેશ થાય છે .રાજ્યના નક્સલવાદના મામલા પર ઉપમહાનિરિક્ષક પોલીસ સુંદરરાજે જણાવ્યું હતું કે ખલ્લારી અને મેચકા ગામના જંગલોમાં એસટીએફના જુથ અને નકસલીઓ શનિવાર સવારના રોજ સામસામે આવી જતા ચાર નક્સલવાદીઓને ઠાર માર્યા હતા.
સુંદરરાજે વધુમાં જણાવ્યું હતું કે ખલ્લારી વિસ્તારમાં એસટીએફનું જુથ કાર્યરત હતું ત્યારે ખલ્લારી અને મેચકા ગામના જંગલમાથી નક્સલીઓએ સુરક્ષાદળો પર અંધાધુન ગોળીબાર કર્યો હતો જેને લઈને સુરક્ષાદળો એ પણ સામો વળતો પ્રહાર કર્યો હતો, થોડા સમય સુધી સામસામે ગોળીબાર થતો રહ્યો ત્યાર પછી નક્સલીઓ ત્યાથી ભાગી ગયા હતા જ્યારે પોલીસ દળે ત્યા જઈને તપાસ હાથ ધરીતો ત્રણ મહિલા સહીત ચાર નક્સલવાદીઓ હથિયાર અને અન્ય સામાન સાથે મૃત હાલતમાં મળી આવ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે આ મામલામાં હજુ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.