ચાંદ પર પહોંચનારા ભારતના ચંદ્રયાન-2નું સફળ લોન્ચિંગ થઈ ગયું છે. ભારતીય અંતરિક્ષ મિશન માટે મહત્વપુર્ણ ગણવામાં આવનાર ચંદ્રયાન-2 આજે બપારે 2.43 મિનિટે શ્રીહરીકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે . આ યાન અંદાજે 48 દિવસમાં ચંદ્ર પર પહોંચી જશે ,મહત્વની વાત એ છે કે ચંદ્રયાન ચાંદના દક્ષિણી ધ્રૂવ પાસે પ્રસ્થાન કરશે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી જેટલા પણ ચાંદ પર પહોચનારા મિશન છે તે દક્ષિણ ધ્રૂવ પર ઉતર્યા ન હતા. ચાંદના દક્ષિણના ભાગ વિશે કોઈ પાસે મહત્વની જાણકારી નથી તે ઉપરાંત ચાંદ પર જનારા અમેરીકા,રુસ અને ચીન પણ હજુ સુધી ચાંદના હિસ્સામાં પગ નથી મુકી શક્યા. ભારતના ચંદ્રયાન-1 મિશન સમયે જ આ દક્ષિણી ધ્રુવ પર પાણીનો પણ ભાગ છે જે વાત સામે આવી હતી.એટલે એમ કહી શકાય કે આ માહિતી આપનાર પણ ભારત દેશ પ્રથમ હતો.
ત્યાર બાદથી પુરા વિશ્વમાં ચાંદના દક્ષિણી ધ્રૂવ વિશે જાણવાની જીજ્ઞાસા જાગી હતી, ત્યારે હવે આ આપણું ચંદ્રયાન-2 દક્ષિણી પોલના વિશે તમામ માહિતી આપણાને આપી શકશે, જે હજુ સુધી કોઈ દેશ નથી કરી શક્યું .આ ચંદ્રયાન તે ખોજ કરશે કે 500 વર્ષ સુધી દેશમાં વિજળીની જરુરીયાત ને કઈ રીતે પુરી કરી શકાશે.
ચાંદનો આ દક્ષિણી ધ્રૂવ ખરેખર દિલચસ્પ છે પોલનો મોટો ભાગ નોર્થ પોલની સરખામણીમાં છાયંડામાં રહે છે ,ત્યારે તે વાતની પણ પુરેપુરી સંભાવના છે કે આજ ભાગમાં પાણી પણ હોઈ શકે છે ,ચંદ્રયાન-2નું રોવર એ શોધશે કે કેટલા ભાગમાં પાણી છે? આ ચંદ્રયાન મારફતે આપણાને આ માહિતી મળી રહેશે.
આ ચંદ્રયાન-2ને ઈસરે પોતાના શક્તિશાળી રોકેટ જીએસએલવી-એમકે 3થી લોન્ય કર્યું છે આ રોકેટને બાહુબલી નામ પણ આપવામાં આવ્યું છે