કોવિડ -19 ના લક્ષણો ન હોય તેવા લોકોની પણ તપાસ જરૂરી – WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ગુરુવારે કહ્યું હતું કે, દેશોએ કોરોના વાયરસના સંક્રમણના કેસો શોધવા માટે લોકોની તપાસ કરવી જોઈએ અને તેવા લોકોની પણ તપાસ કરવી જોઈએ જે લોકોમાં સંક્રમણના લક્ષણ નથી. આ વલણ અમેરિકા દ્વારા તેની નીતિમાં કરવામાં આવેલા હાલના બદલાવથી વિપરીત છે. અગાઉ, અમેરિકી હેલ્થ એજન્સીએ તેમની નીતિમાં પરિવર્તન કરતાં કહ્યું હતું કે સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલ એવા લોકો જેનામાં સંક્રમણના લક્ષણો નથી, તેની તપાસ કરવાની જરૂર નથી.
કોવિડ -19 માટે whoનાં ટેકનોલોજી વડા મારિયા વાન કેરખોવે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તપાસ લંબાવી જોઈએ અને જેમાં સંક્રમણનાં લક્ષણો હળવા હોય કે ન હોય, અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ માટે કેન્દ્રોની નીતિમાં પરિવર્તન પહેલાં સ્થાનિક આરોગ્ય અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે, સંક્રમિત લોકોના 1.8 મીટરની અંદર 15 મિનિટથી વધુ સમય માટે આવનાર કોઈપણ વ્યક્તિની તપાસ કરવામાં આવશે. જો કે, નવી માર્ગદર્શિકા મુજબ, જો ચેપગ્રસ્ત લોકો સાથે ગાઢ સંપર્કમાં રહેલા લોકોને સંક્રમણના લક્ષણો નથી, તો પછી તેમને પરીક્ષણ કરાવવાની જરૂર નથી.
કેરખોવે જણાવ્યું હતું કે, આ ખૂબ જ જરૂરી છે કે તપાસને એક અવસર તરીકે લેવામાં આવે જેથી સંક્રમિત લોકોને અલગ કરી શકાય, તેમના સંપર્કો શોધી શકાય. સંક્રમણ ફેલાવવાની કડી તોડવાની આ પાયાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે ચિંતાની વાત છે કે લોકો હવે સામાજિક અંતરના નિયમોનું કડક પાલન કરતા નથી, માસ્ક પહેર્યા પછી પણ ઓછામાં ઓછા એક મીટરનું અંતર જાળવવું જરૂરી છે.
દેવાંશી-