ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને આજે મંગળવારના રોજ સવારે 8.50 કલાકે વિક્રમ લેન્ડરને વિરુદ્વ દિશા તરફ વાળ્યું છે,ઈસરોના વૈજ્ઞાનિકોએ આજે વિક્રમ લેન્ડરને સફળતા પૂર્વક ડિઓર્બિટ કર્યુ છે,ચંદ્રયાન-2થી અલગ પડ્યા પછી 20 કલાકથી વિક્રમ લેન્ડર પોતાની ઑર્બિટની દિશામાંજ પ્રદક્ષિણા કરી રહ્યુ હતું. પર્તું હવે તે ઑર્બિટની વિરુદ્વ દિશામાં જશે. તેનું વિરુદ્ધ દિશામાં જવું જેને ડિઓર્બિટ કહેવામાં આવે છે.હવે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરતા પહેલા સુધી વિક્રમ લેન્ડર અંદાજે 2 કિલો મીટર પ્રતિ સેકન્ડની ગતિથી ચંદ્રની ચારેબાજુ ચક્કર લગાવશે,
ચંદ્રયાન-2 3 પ્રકારના ભાગથી બનેલું છે, પ્રથમ-ઑર્બિટ,દ્રિતીય-વિક્રમ લેન્ડર અને તૃતિય-પ્રજ્ઞાન રૉવર.વિક્રમ લેન્ડરની અંદર જ પ્રજ્ઞાન રૉવર હોય છે,જે સોફ્ટ લેન્ડિંગ પછી બહાર નીકળશે.વિક્રમ લેન્ડર અંદાજે 31 કલાક સુધી ચંદ્રમાની 104 કિલો મીટરની એપોજી અને 128 કિલો મીટરની પેરીજીમાં પ્રદક્ષિણા કરશે,ત્યાર બાદ 4 સપ્ટેમ્બરના રોજ અંદાજે સાંજે 4 વાગ્યાની આસપાસ તેની કક્ષા ફરી બદલવામાં આવશે,ત્યાર સુધી તે 36 કિમીની એપોજી અને 110 કીમીની પેરેજીમાં ચંદ્રની પિરદક્ષિણા કરવાનું શરુ કરશે,4 સપ્ટેમ્બરના રોજ વિક્રમ લેન્ડર ચંદ્રની સૌથી નજીક આવી પહોચશે.
4 સપ્ટેમ્બરના રોજ બીજી વખત ચંદ્રની કક્ષા બદલવાની એટલે કે ચંદ્રની સૌથી નજીકની કક્ષામાં પહોચ્યા પછી 6 સપ્ટેમ્બર સુધી વિક્રમ લેન્ડરના બધા જ સેન્સર્સ અને પેલૉડ્સની તપાસ કરાશે,પ્રજ્ઞાન રૉવરની પમ તપાસ કરવામાં આવશે.
1.30 થી 1.40 વાગ્યે અટલે કે 6 અને 7 સપ્ટેમ્બરની મધ્યવર્તી રાતે – વિક્રમ લેન્ડર 35 કિ.મી.ની ઊંચાઇથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું શરૂ કરશે. ત્યારબાદ તેની ગતિ 200 મીટર પ્રતિ સેકંડ હશે. ઇસરોના વૈજ્ઞાનિકો માટે આ ખૂબ જ પડકારજનક કાર્ય હશે.
1:55 વાગ્યે – વિક્રમ લેન્ડર દક્ષિણ ધ્રુવ પર બે ક્રેટર મૈજિનસ-સી અને સિમ્પેલિયસ-એન વચ્ચેના મેદાનમાં ઉતરશે. આશરે 6 કિ.મી.ની ઊંચાઇથી, લેન્ડર 2 મીટરની પ્રતિ સેકંડની ઝડપથી ચંદ્રની સપાટી પર ઉતરશે. આ 15 મિનિટ ખૂબ તણાવપૂર્ણ રહેશે.
3.55 વાગ્યે રાત્રે લેન્ડિંગના 2 કલાક પછી વિક્રમ લેન્ડરનું રેમ્પ ખુલશે,આ માધ્યમથી 6 6 ટાયર વાળું પજ્ઞાન રૉવર ચંદ્રની સપાટી પર ઉતરશે.
5.05 વાગ્યે સવારે પ્રત્રાન રૉવરનું સૉલર પૅનલ ખુલશે, પેનલના માધ્યમથી તે ઉર્જા ઉત્પન્ન કરશે.
5.10 વાગ્યે સવારે,પ્રજ્ઞાન રૉવર ચંદ્રની સપાટીએ ડગ માંડવાનું શરુ કરશે,તે એક સેમી પ્રતિ સેકન્ડની ઝડપથી ચંદ્રની સપાટી પર 14 દિવસ સુધી યાત્રા કરશે,આ સમય દરમિયાન 500 મીટરનું અંતર કાપશે.
ઓર્બિટર: ઇસરોનું મોબાઈલ કમાન્ડ સેન્ટર ચંદ્રથી 100 કિ.મી. ઉપર છે
ચંદ્રયાન -2 નું ઑર્બિટ ચંદ્રથી ઉપર 100 કિલોમીટરની પરિક્રમા કરે છે, તે લેન્ડર અને રોવર પાસેથી પ્રાપ્ત માહિતી ઇસરો કેન્દ્રમાં મોકલશે. તેમાં 8 પેલોડ્સ છે. તથા ઇસરો તરફથી મોકલેલો આદેશ લેન્ડર અને રોવર સુધી પહોંચાડશે. તે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને 2015 માં ઇસરોને સોંપાયું હતું.