ઝાયડસ કેડિલાએ ભારતમાં લોન્ચ કરી કોરોનાની દવા…જાણો કેટલી છે કિમત
- ઝાયડસ કેડિલાએ ભારતમાં લોન્ચ કરી કોરોનાની દવા રેમડેસિવિયર
- રેમડેકની 100 મિલીગ્રામ શીશીની કિંમત માત્ર 2800 રૂપિયા
- આ દવા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં રહેશે ઉપલબ્ધ
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે…વિશ્વભરમાં કોરોનાના કેસો અને મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ વિશ્વભરમાં કોરોના વેક્સીન અને દવાઓ પર કામ ચાલી રહ્યું છે.. જેમાની દવા કંપની ઝાયડસ કેડિલાએ ગુરુવારે કહ્યું કે તેણે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉપયોગી દવા રેમડેસિવિયરને રેમડેક બ્રાન્ડ નામથી ભારતીય માર્કેટમાં લોન્ચ કરી છે…
કંપનીએ શેર બજારને જણાવ્યું કે, રેમડેકની 100 મિલીગ્રામ શીશીની કિંમત 2800 રૂપિયા છે… જે ભારતમાં ઉપલબ્ધ રેમડેસિવિરની સૌથી સસ્તી બ્રાન્ડ છે… ઝાયડસ કેડિલાએ જણાવ્યું હતું કે આ દવા તેના વિતરણ નેટવર્ક દ્વારા દેશભરમાં ઉપલબ્ધ થશે… આ દવા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ રહેશે
કેડિલા હેલ્થકેરના ડો. શરવિલ પટેલે કહ્યું કે, રેમડેક સૌથી સસ્તી દવા છે, કેમ કે અમે ઈચ્છીએ છીએ કે, કોવિડ 19ની સારવાર માટે વધારેમાં વધારે દર્દીઓ સુધી આ દવા પહોંચી શકે. આ દવા માટેના API એટલે કે સક્રિય દવા ઘટક ગુજરાતના પ્લાન્ટમાં બનાવવામાં આવ્યો છે. ઝાયડસ કેડિલા પણ કોવિડ -19ની વેક્સીન બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને ઝાયકોવ-ડી નામની વેક્સીન ક્લિનિકલ ટ્રાયલના બીજા તબક્કામાં છે.
_Devanshi