- તેલંગણામાં કુદરતી આફતોનો પ્રકોપ
- અત્યાર સુધી 11 લોકોના મોત
- પરિક્ષઆઓ પણ રદ કરવામાં આવી
દેશના દક્ષિણ રાજ્ય તેલંગણામાં કુદરતી પ્રકોપ વર્તાઈ રહ્યો છે, અતિભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાથી સમગ્ર રાજ્યમાં પુરની સ્થિત સર્જાઈ છે,વિતેલા બે દિવસથી સતત વરસાદ વરસતા જન-જીવન અસ્ત વ્યસ્ત બન્યું છે,અનેક રસ્તાઓ બંધ થયેલા જોવા મળી રહ્યા છે, હવામાન વિભાગે રાજ્યના દરિયાઈ વિસ્તારોમાં હજુ પણ આવનારા દિવસોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે, અત્યાર સુધી આ આફતમાં 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
I request people to not step outside as rainfall is likely to continue in region. Contact our control room helpline- 9490617444 in case of any emergency. Our teams are equipped to tackle the situation: VC Sajjanar, Commissioner of Police, Cyberabad Metropolitan Police #Telangana pic.twitter.com/86SReVsXSF
— ANI (@ANI) October 14, 2020
સાઈબરાબાદ મહાનગરમાં પોલીસ દ્વારા લોકોને ઘરની બહાર ન નિકળવાના આદેશ આપવામાં આવ્યા છે,આ સાથે હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો છે, અનેક બચાવ ટીમને કાર્યરત કરવામાં આવી છે, આ સાથે જ ઉસ્માનિયા યૂનિવર્સિટીની પરિક્ષાઓ પણ રદ કરવામાં આવી છે.
#WATCH Telangana: Heavy rainfall in Hyderabad triggers waterlogging and flooding in different parts of the city. pic.twitter.com/Mf81A6UAum
— ANI (@ANI) October 14, 2020
હેદરાબાદના કેટલાક વિસ્તારોમાં સતત વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે,11 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમા માત્ર દિવાલ ઘરાશઈ થવાથી જ 9 લોકોના મોત થયા છે,અહીં અનેક નદિઓનું જળસ્તર પણ વધી રહ્યું છે જેનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા હોવાથી તેની અસર સામાન્ય જનજીવન પર પડેલી જોઈ શકાય છે.
હૈદરાબાદના લોકસભાના સભ્ય અસદુદ્દીન ઓવૈસીએ બુધવારે ટિ્વટ કરીને આ અગે માહિતી આપી હતી.
સાહીન-