વર્લ્ડ ફૂડ ડે શા માટે ઉજવવામાં આવે છે ? જાણો તેનું કારણ
- 16 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે વર્લ્ડ ફૂડ ડે
- ભૂખથી પીડિત લોકો માટે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી કરાઈ છે ઉજવણી
- કોરોના વાયરસથી પીડિતોને આજનો દિવસ સમર્પિત
અમદાવાદ: દુનિયાભરમાં 16 ઓક્ટોબરના રોજ વર્લ્ડ ફૂડ ડે ઉજવવામાં આવે છે. જો કે,ઘણા લોકોને આ વાતની એક ગેરસમજ છે કે આ દિવસ ખાણી-પીણી સાથે જોડાયેલો છે. પરંતુ વર્લ્ડ ફૂડ ડે કેમ ઉજવવામાં આવે છે અને તેની પાછળનો હેતુ શું છે.?
વર્લ્ડ ફૂડ ડે શા માટે ઉજવવામાં આવે છે?
વર્લ્ડ ફૂડ ડે ભૂખથી પીડિત લોકો માટે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી મનાવવામાં આવે છે. વર્લ્ડ ફૂડ ડે પર બિન સરકારી સંગઠનો, મીડિયા, સામાન્ય જનતા અને સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેથી, લોકોને ભૂખ પીડિતો માટે જાગૃત કરવામાં આવી શકે.
વર્લ્ડ ફૂડ ડે ની શરૂઆત ક્યારે થઈ?
16 ઓક્ટોબર 1945ના દિવસે સંયુકત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી.આ સંગઠનના સભ્ય દેશોએ 16 ઓક્ટોબર 1981ના રોજ વર્લ્ડ ફૂડ ડેની ઉજવણી શરૂ કરી હતી. આ વર્ષે વર્લ્ડ ફૂડ ડેની થીમ , ‘Grow, Nourish, Sustain. Together. Our actions are our future.’ છે.
કોરોના વાયરસ પીડિતોને સમર્પિત
FAOની વેબસાઇટ મુજબ, આ વર્ષેનો વર્લ્ડ ફૂડ ડે કોરોના વાયરસથી પીડિતોને સમર્પિત છે. આ વર્ષે લોકોને આ વાત વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે કે, આ મહામારી સામે લડવા ખાદ્ય અને કૃષિ કેટલા મહત્વના છે. સંગઠન તરફથી નબળા વર્ગ માટે વૈશ્વિક સહયોગ અને એકતા માટે મદદની અપીલ કરી છે.
_Devanshi