ભારતમાં કોરોનાના દર્દીઓ મોટી સંખ્યામાં સાજા થતા એક્ટિવ કેસનું ભારણ ઘટ્યું
દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. જો કે, પોઝિટિવ કેસ કરતા વધારે દર્દીઓ સાજા થતા હોવાથી સરકારે રાહતનો શ્વાલ લીધો છે. નવા પોઝિટિવ કેસની સામે દર્દીઓ ઝડપથી સાજા થતાં હોવાથી એક્ટિવ કેસના ભારણમાં પણ ઘટાડો થયો છે. દેશમાં એક્ટિવ કેસનું ભારણ ઘટીને 4.35 ટકા થયું છે. જ્યારે રિકવરી રેટ વધીને 94.2 ટકા થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં છેલ્લા સાતેક દિવસથી નવા નોંધાતા પોઝિટિવ કેસની સરખામણીમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જેથી સક્રિય કેસનું ભારણ સતત ઘટી રહ્યું છે અને હાલ લગભગ 4.16 લાખ જેટલા એક્ટિવ કેસ છે. દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 36595 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જેની સામે 42916 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં હતા. દર્દીઓનો સાજા થવાનો સરેરાશ દર વધીને 94.2 ટકા સુધી પહોંચી ગયો છે. તેમજ કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી 90,16,289 થઇ ગઇ છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રીય કેસ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે. 24 કલાકમાં સાજા થયેલા દર્દીઓમાંથી 80.19 ટકા દર્દીઓ 10 રાજ્યો- કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી નોંધાયા હતા.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 8,066 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા હતા. જ્યારે કેરળમાં સૌથી વધુ 5,590 દર્દી સાજા થયા હતા. દિલ્હીમાં દૈનિક ધોરણે સાજા થનારાની સંખ્યા 4,834 નોંધાઇ છે.