શોએબ અખ્તરના એક નિવેદને ખોલી પુરા પાકિસ્તાનની પોલ…
- પાકિસ્તાની ફાસ્ટ બોલરની માનસિક્તા આવી સામે
- કારગિલ યુદ્ધમાં જોડાવાની હતી ઈચ્છા
- પાકિસ્તાની સેનાના બજેટને લઈને પણ ખોલી પાકિસ્તાની સેનાની પોલ
અમદાવાદ: પાકિસ્તાન આર્થિક રીતે તંગીનો સામનો તો કરી જ રહ્યું છે અને તે જગ જાહેર છે, પણ હવે પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તર દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે જે પાકિસ્તાનમાં ઈમરાન સરકાર પર અનેક સવાલ ઉભા કરે છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે જણાવ્યું કે જો પાકિસ્તાનની સેનાના બજેટમાં વધારો થતો હોય તે તે ઘાસ ખાવા પણ તૈયાર છે. શોએબ અખ્તરે મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે- હું ઘાસ ખાવા તૈયાર છું, જો તેનાથી દેશની સેનાના બજેટમાં વધારો થતો હોય. જો અલ્લાહ મને ક્યારેય અધિકાર આપે તો હું પોતે ચોક્કસપણે ઘાસ ખાઈને દેશની સેનાનું બજેટ વધારીશ.
શોએબ અખ્તરની વાત પરથી જાણી શકાય કે પાકિસ્તાનમાં સેનાના બજેટની હાલત શું હશે. આમ અવારનવાર કાશ્મીરને લઈને ભારત પર શાબ્દિક પ્રહાર કરતા પાકિસ્તાનની પોલ તેમના ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ખોલી છે.
શોએબ અખ્તર દ્વારા કેટલીક એવી વાતો પણ કહેવામાં આવી કે જે ભારત વિરોધી ગણી શકાય, અખ્તરે અગાઉ એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, તે પોતાના દેશ માટે ગોળી ખાવા તૈયારીમાં હતો અને તેણે 1999ના કારગિલ યુદ્ધ લડવાની ઇચ્છા હોવાને કારણે ઇંગ્લેન્ડમાં કાઉન્ટીની ઓફર ઠુકરાવી દીધી હતી.
શોએબ અખ્તરે કહ્યું કે “હું સમજી શકતો નથી કે નાગરિક ક્ષેત્ર સશસ્ત્ર દળો સાથે મળીને કેમ કામ કરી શકતું નથી. હું આર્મી ચીફને મારી સાથે બેસીને નિર્ણય લેવા માટે કહીશ. જો બજેટ 20 ટકા હોય તો હું તેને 60 ટકા કરીશ. જો આપણે એકબીજાનું અપમાન કરીએ તો નુકસાન આપણું જ છે.”
_VINAYAK